ગુજરાત

gujarat

ETV Bharat / state

Whether Report Gujarat: રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી, ભર શિયાળે વરસાદી માહોલ

રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. કેટલીક જગ્યાએ તો ઝરઝર વરસાદ પણ પડી (rainy weather throughout the winter) રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી (Seasonal rainfall forecast in Gujarat) કરી છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 14 ડિગ્રીથી 19 ડિગ્રી સુધીની લઘુતમ તાપમાન નોંધાયું હતું.

By

Published : Jan 6, 2022, 11:13 AM IST

Seasonal rainfall forecast in Gujarat: રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી, ભર શિયાળે વરસાદી માહોલ
Seasonal rainfall forecast in Gujarat: રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી, ભર શિયાળે વરસાદી માહોલ

કચ્છઃ રાજ્યમાં ભર શિયાળે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે પણ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા ટાઢક પણ વધી છે, પરંતુ સમગ્ર રાજ્યમાં કમોસમી માવઠું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ અગાઉની તુલનાએ આજે ઠાર વધારે જોવા મળી હતી. તો ઠેરઠેર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃUnseasonal Rains In Gujarat: વડોદરાના વાતાવરણ પલટો સવારથી ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 14થી 19 ડિગ્રી

બીજી તરફ હવામાન વિભાગે આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી (Seasonal rainfall forecast in Gujarat) વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જાહેર કરાયેલી વિગતો મુજબ, આજે રાજ્યના જિલ્લાઓમાં 14 ડિગ્રીથી 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે. તથા આગામી 4 દિવસો માટે પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની (Seasonal rainfall forecast in Gujarat) આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃUnseasonal Rain In Mehsana: મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણ સાથે વરસ્યો કમોસમી વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં પડશે વરસાદ, ઠંડીમાં થશે વધારો

ઉત્તર-પશ્ચિમ ભારતમાં સર્જાયેલા વિક્ષોભના કારણે શુક્રવાર સુધી કમોસમી માવઠું વરસવાની ભીતિ (Seasonal rainfall forecast in Gujarat) સેવવામાં આવી રહી છે, જેને પગલે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 2થી 3 દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય (Western Disturbances active in the state) થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે (Seasonal rainfall forecast in Gujarat) વ્યક્ત કરી છે.

આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ

ગત રાત્રિએ રાજ્યના અમદાવાદ, કચ્છ, રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ (rainy weather throughout the winter) સર્જાયો હતો અને ઝરમર વરસાદ વરસ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો-માલધારીઓમાં ચિંતા (Farmers worried about unseasonal rains) ફેલાઈ ગઈ હતી અને માવઠાના કારણે ખેતીના ઉભા પાક અને ઘાસને નુકસાન પહોંચવાની ભીતી પણ ખેડૂતોમાં ફેલાઈ છે. તો આગાહી મુજબ, સવારથી રાજ્યના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડા અને સૂકા પવન પણ અનુભવાઈ રહ્યા છે.

આજે રાજ્યના મહાનગરોમાં વરસાદની આગાહી

આજે રાજ્યના મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, વડોદરા તથા કચ્છ જિલ્લના કંડલા, નલિયા, ભૂજમાં આજે વાદળછાયું વાતાવરણ બની રહેશે અને છૂટુંછવાયું વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં (Seasonal rainfall forecast in Gujarat) આવ્યું છે તેમ જ ધુમ્મસભર્યા વાતાવરણને લીધે ઠંડકનો અનુભવ વધારે થશે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

શહેર તાપમાન (ડિગ્રી)
અમદાવાદ 18.5
ગાંધીનગર 17.0
રાજકોટ 17.7
સુરત 19.2
ભાવનગર 18.6
જૂનાગઢ 16.0
વડોદરા 17.0
નલિયા 15.2
ભૂજ 14.0
કંડલા 16.0

ABOUT THE AUTHOR

...view details