અગરિયા વિસ્તારના બાળકો પણ પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાનના `સ્કૂલ ઓન વ્હીલ' પ્રોજેકટના ભાગરૂપે પ્રથમ તબક્કામાં કચ્છમાં ચાર મોબાઇલ સ્કૂલ બસ (શાળા) શરૂ કરાઇ છે. હાલમાં મુખ્ય અગરિયા વિસ્તારો ભચાઉ તાલુકાના જંગી તથા અંજાર તાલુકાના સંઘડમાં આરંભ કરાયો છે જેનો 80 જેટલા બાળકોને લાભ મળશે.
અગરિયા વિસ્તારના બાળકોને "સ્કુલ ઓન વ્હીલ"નો 80 જેટલા બાળકોને લાભ મળશે - rakesh kotwal
ભુજઃ કચ્છમાં વિશાળ સંખ્યામાં આવેલા મીઠાના અગરમાં રહેતા બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે સ્કુલ ઓન વ્હીલ પ્રોજેકટ હેઠળ કચ્છમાં ચાર મોબાઈલ શાળાઓ શરૂ કરવામાં આવી છે.
પિપપ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ શાળા (મોબાઇલ) બસ હોવાથી બાળકો સુધી શાળા પહોંચશે. આ બસમાં સોલાર પાવરથી સજ્જ અને ટેકનોલોજીથી ભરપૂર ભૌતિક અને શૈક્ષણિક સુવિધા અપાશે. એલ.ઇ.ડી. અને ડિશ સુવિધાથી ઓનલાઇન શૈક્ષણિક પાઠનું પણ નિદર્શન થઇ શકશે.