- ગ્રામ પંચાયતની ચૂંટણીને સંદર્ભે ETV Bharat દ્વારા મસ્કા ગામની મુલાકાત
- 30 વર્ષ બાદ મસ્કા ગ્રામ પંચાયત સમરસ બની
- નવી બોડી દ્વારા નવા આરોગ્ય કેન્દ્ર તથા નર્મદના પાણીની માંગણી કરાશે
કચ્છ:મસ્કા ગામમાં અગાઉના સરપંચ કીર્તિભાઇ ગોરે ખૂબ નોંધનીય અને પ્રશંસનીય કામગીરી કરી છે. જેના પરિણામે ગામમાં રોડ, રસ્તા, પાણી,ગટર ,લાઈટ સહિતની પાયાગત સુવિધાઓની વાત ગામના મહિલાઓએ કરી હતી. રોટેશન મુજબ સામાન્ય મહિલાની સીટ છે ત્યારે ગત ટર્મમાં સરપંચ રહી ચૂકેલા કીર્તિભાઇ ગોરના માતા ઉર્મિલાબેન ગોરની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે અને મસ્કા ગ્રામ પંચાયત સમરસજાહેર (Samras Gram Panchayat Maska) કરવામાં આવી છે.
મહિલાઓ સશક્તિકરણ માટેના અનેક કામો થયા
મસ્કા ગામમાં સરપંચ દ્વારા વિધવા સહાય, બાલિકા પંચાયત, દીકરીઓને આગળ લાવવા માટેના કાર્યો તથા મહિલા સશક્તિકરણ સહિતના કામો કર્યા છે. તો કોરોના કાળમાં સરપંચે સારી કામગીરી કરી તથા કોઈ પણ નાતજાતના ભેદભાવ વિના સારી કામગીરી કરી છે પરિણામે ગામ લોકોએ આ વખતે સમરસગ્રામ પંચાયત (Samras Gram Panchayat Maska)માટેની સહર્ષ વાત સ્વીકારી લીધી હતી.
અનેક સમાજ છતાં પંચાયત સમરસ બની
મુખ્યત્વે એક જ સમાજની વસતી હોય ત્યાં ગામ સમરસ બને સ્વાભાવિક છે, પરંતુ મસ્કા ગામ જ્યાં અનેક સમાજ છે અને હાલે 7000ની વસતી છે ગામ સમરસ થતા સમરસતાનો (Samras Gram Panchayat Maska) સાચો સંદેશ વહેતો થયો છે.ચૂંટણી પહેલા (Gram Panchayat Election 2021) અનેક ઉમેદવારો મેદાનમાં હતા અને કદાચ બહુપાંખિયો જંગ ખેલાય એમ પણ હતું, પરંતુ ગત ટર્મમાં સરપંચ કીર્તિ ગોરના વિકાસકાર્ય જોઈને ગામના સૌ વડીલો ભેગા થયા અને આ વખતે સ્ત્રી સામાન્ય બેઠક હતી એટલે પૂર્વ સરપંચ કીર્તિ ગોરના માતા ઊર્મિલાબેનને જવાબદારી સોંપી.