કચ્છ : જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, આજે વધુ 20 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. જેમાં ભૂજ અને માધાપરના બે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે રેપીટ કીટ વડે 8 ટેેસ્ટ કરાયા હતા. જે તમામ નેગેટીવ આવ્યા છે. આ ઉપરાંત માધાપર અને કોટડા મઢમાં રિપીટ સર્વે કરાયો હતો. માધાપરમાં આઠ ટીમોએ 1233 ઘરની મુલાકાત લઈને 7664 લોકોનો સર્વે કરાયો છે. જયારે લખપતના કોટડા મઢમાં 10 ટીમોએ 351 ઘરની મુલાકાત લઈને 2272 લોકોને સર્વે કરાયો છે.
ભૂજ અને માધાપરના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવાયા, કોરોનાગ્રસ્ત વિસ્તારમાં પુનઃ સર્વે શરુ કરાયો - Samples of suspected patients of Bhuj and Madhapar were taken
કચ્છમાં ભૂજ અને માધાપરના વધુ બે શંકાસ્પદ દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. આ બન્ને દર્દી સહિત 20 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. જયારે પોઝિટિવ કેસ ધરવાવતા માધાપર અને કોટડા મઢમાં આરોગ્ય વિભાગે રિપીટ સર્વે હાથ ધર્યો છે. બીજી તરફ ગઈકાલે લેવાયેલા 20 સેમ્પલ પૈકી 18 લોકોની રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેમાં ભુજના ત્રણ યુવાનો, નખત્રાણાના મુરૂ અને ત્રણ કેદીઓનો પણ સમાવેશ થાય છે. જયારે માધાપરની યુવતી (પુત્રવધુ) અને લખપતના આશલડી ગામની મહિલાનો રિપોર્ટ અમાન્ય રહયો છે. જયારે ભૂજના કમ્પાઉન્ડર યુવાનનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે
ભૂજ
જેમાં કુલ 2156 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમ્યાન 63 જેટલા વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસ વિભાગે કોરોના ધિ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 243 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.52,900 જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ 205 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 124 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.