ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના 2 પેટ્રોલ પંપ રજીસ્ટ્રેશન વગર 40.95 કરોડનું વેચાણ કર્યું - ગુજરાત ન્યૂઝ

રાજ્ય જીએસટી વિભાગે પેટ્રોલ પંપો પર પાડેલા રાજ્યવ્યાપી દરોડામાં કચ્છના ભુજ અને ધાણેટીના પેટ્રોલ પંપો પર 40.95 કરોડના વેચાણ VAT રજિસ્ટ્રેશન વિના જ થયાનું સામે આવ્યું છે.

કચ્છના 2 પેટ્રોલ પંપ રજીસ્ટ્રેશન વગર 40.95 કરોડનું વેચાણ કર્યું
કચ્છના 2 પેટ્રોલ પંપ રજીસ્ટ્રેશન વગર 40.95 કરોડનું વેચાણ કર્યું

By

Published : Aug 10, 2021, 2:31 PM IST

  • GST વિભાગના પેટ્રોલપંપ પર રાજ્યવ્યાપી દરોડા
  • અંદાજે રૂપિયા 400 કરોડના વેચાણ વેટ રજીસ્ટ્રેશન વિના વેંચાણ
  • કચ્છના 2 પેટ્રોલ પંપે VAT રજીસ્ટ્રેશન વગર 40.95 કરોડનું વેચાણ કર્યું

કચ્છ: GST વિભાગના ધ્યાને આવ્યું હતું કે, રાજ્યના અનેક પેટ્રોલ પંપો વેટ રજીસ્ટ્રેશન વિના કે તેના રદ્દ થયા બાદ પણ સતત પેટ્રોલ ડીઝલનું વેચાણ કરી રહ્યા હતા. તેવા રાજ્યના 104 પેટ્રોલ પંપ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં કચ્છના ભૂજ અને ધાણેટીના પેટ્રોલ પંપ પર પણ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Petrol Pump Federation: રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ

રાજ્યભરના 104 પેટ્રોલ પંપ પર તપાસ કરાઈ

જે પેટ્રોલ પંપો પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે. તેના પર વેટ લેવા પાત્ર છે ગુજરાત વેટ અધિનિયમ અન્વયે રજીસ્ટ્રેશન મેળવવું પડે છે જે મેળવ્યા બાદ વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળવાપાત્ર હોય છે પરંતુ તે ના મેળવીને કેટલાંક પંપો વેચાણ કરતા હોવાનું સામે આવતા તપાસ કરવામાં આવી હતી.104 પેટ્રોલ પંપો પર તપાસ કરવામાં આવી હતી જેમાંથી 27 જેટલા પેટ્રોલ પંપે નોંધણી વિના અંદાજે 400 કરોડનું વેચાણ કર્યા હોવાનું ખૂલ્યું હતું. તથા અત્યાર સુધીની તપાસમાં અંદાજે 64 કરોડનો વેરો ભરપાઈ ન થયા હોવાનું બહાર આવ્યું હતું.

કચ્છના 2 પેટ્રોલ પંપે રજીસ્ટ્રેશન વગર 40.95 કરોડનું વેચાણ કર્યું

કચ્છના ભુજના વિનાયક પેટ્રોલિયમએ 21.44 કરોડ અને ધાણેટી ના દ્વારકેશ પેટ્રોલિયમએ 19.51 કરોડનું Vat રજીસ્ટ્રેશન વગર વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું હતું. હજુ પણ અન્ય પેટ્રોલ પંપ ની તપાસ ચાલુ હોવાથી ઘણી અનિયમિતતાઓ સામે આવે તેવી સંભાવનાઓ છે.

ABOUT THE AUTHOR

...view details