ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજના સાહિન ધ સાઈન્ટિસ્ટે વેસ્ટમાંથી 100થી વધુ ગેજેટ્સ બનાવ્યા - ગેજેટ માસ્ટર

મન હોય તો માળવે જવાય તેવી કહેવત અવારનવાર સાંભળવા મળતી હોય છે ત્યારે ભુજના 21 વર્ષીય યુવાને વૈજ્ઞાનિક રીતે અવનવી શોધો કરીને આ કહેવતને સાર્થક કરી છે. આજે બાળકો અને યુવાનો મોબાઇલ અને કોમ્પ્યુટરમાં ગેમ રમવામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે આ યુવાને માત્ર એક કે બે નહીં, પરંતુ અવનવા 100થી પણ વધારે આકર્ષક યંત્ર બનાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા છે.

ભુજના સાહિન ધ સાઈન્ટિસ્ટે વેસ્ટમાંથી 100થી વધુ ગેજેટ્સ બનાવ્યા
ભુજના સાહિન ધ સાઈન્ટિસ્ટે વેસ્ટમાંથી 100થી વધુ ગેજેટ્સ બનાવ્યા

By

Published : Mar 20, 2021, 7:28 PM IST

  • ભુજના યુવાન વૈજ્ઞાનિક દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ કરીને 100થી વધુ ગેજેટ્સ બનાવીને ગેજેટ માસ્ટર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી
  • કચ્છનો "સાહિન ધ સાયન્ટિસ્ટ" ગેજેટ માસ્ટર
  • વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને 100થી વધુ સંશોધન કર્યા
  • રિમોટ વાળી બોટ, હવામાં ઉડતા પક્ષીઓ, એક્ઝોસ્ટ ફેન જેવા આવિષ્કાર કર્યા
વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને 100થી વધુ સંશોધન કર્યા

આ પણ વાંચોઃઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરમાં જ બનાવ્યું ગાંધી મ્યુઝિયમ

કચ્છઃ કચ્છમાં ભુજનો સાહિન સૈયદ કે જે સામાન્ય પરિવારમાંથી આવે છે કે, જેને પોતાની સૂઝબૂઝ થઈ વેસ્ટમાંથી બેસ્ટ ગજબના ગેજેટ બનાવ્યા છે અને પોતાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે આજે તેણે પોતાની ગેજેટ માસ્ટર તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. ગેજેટ વિવિધતા સભર અને રોજિંદા જીવનમાં ઉપયોગી છે.

રિમોટ વાળી બોટ, હવામાં ઉડતા પક્ષીઓ, એક્ઝોસ્ટ ફેન જેવા આવિષ્કાર કર્યા
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે 10માં ધોરણ સુધીનો જ અભ્યાસ

સાહિન તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વધારે શિક્ષણ મેળવી શક્યો નથી, પરંતુ આજે તેને તેના આ ગેજેટ બનાવાના કારણે લોકો તેને "સાહિન ધ સાયન્ટિસ્ટ" ના નામ તરીકે ઓળખે છે. સાહિન માત્ર દસમા ધોરણ સુધી અભ્યાસ કરી શક્યો હતો.

ભુજના યુવાન વૈજ્ઞાનિક દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ કરીને 100 થી વધુ ગેજેટ્સ બનાવીને ગેજેટ માસ્ટર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી
માતા પેરપ્લેઝિક દર્દી અને પિતા સાથ છોડી ગયા

સાહિન ખૂબ ટેલેન્ટેડ છે અને એટલો સ્વાભિમાની પણ છે. ભૂકંપમાં સાહિનના માતાની કરોડરજ્જૂ તૂટી ગઈ અને તેઓ હંમેશા માટે પેરાપ્લેઝિક બની ગયા હતા. સાહિનના પિતા સાથ આપવાને બદલે સાથ છોડી ગયા પણ નાનકડા સાહિને માતાનો હાથ ન મૂક્યો અને આજે પોતાના નામ સાથે પિતાનું નામ લખવાને બદલે માતા અમીનાબેનનું નામ ખૂબ જ ગૌરવથી લખે છે.

કચ્છનો "સાહિન ધ સાયન્ટિસ્ટ" ગેજેટ માસ્ટર

આ પણ વાંચોઃયુટ્યુબ પર વીડિયો જોઇને ધોરણ 10 પાસ વ્યક્તિએ બનાવ્યું એમ્બ્રોઇડરી મશીન, સ્મૃતિ ઇરાનીએ કરી પ્રશંસા

4 વર્ષની ઉંમરથી જ વૈજ્ઞાનિક સંશોધનોમાં રસ

સાહિન જ્યારે 4 વર્ષનો હતો ત્યારે સેલ વડે લાઈટ કેવી રીતે ચાલુ થાય છે તે સહિતની બાબતો જોઈને તેને આશ્ચર્ય થતું અને તે વિચારતો કે હું પણ આવું કંઈક કરવા માગું છું, પરંતુ સહકાર કોણ આપે. સૌપ્રથમ સાહીને લાકડાની ટ્રક બનાવી હતી ત્યારબાદ ઘરમાં લાઈટની સમસ્યા હતી. તેથી ઈલેક્ટ્રિક વસ્તુ પર હાથ અજમાવવાનું વિચારીને પંખો તૈયાર કર્યો હતો.

ઢગલાબંધ આવિષ્કારો કર્યા

વૈજ્ઞાનિક બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા સાહીને લાકડા ના ટ્રક, પ્લાસ્ટિકની બોટલ ના વિમાન,હવામાં ઉડતા કબુતર બાજ બગલો સહિતના રબરના એન્જિન વાળા પક્ષીઓ, ઘરના ઉપયોગ માટે હીટર, એર ફ્રેશનર, વોશબેસિન ક્લીનર, ઇલેક્ટ્રિક ફિરકી, વોટર એલાર્મ, બોટલ ફેન, થરમોકોલ કટર, સ્મોલ જનરેટર, કરોળિયાના ઝારા સાફ કરવાનું યંત્ર, માખી મચ્છર દૂર કરવાનું યંત્ર, શરબત મિક્સર વગેરે જેવા ગેજેટ્સનો આવિષ્કાર કર્યો છે.

અડધા કિલોમીટરનું અંતર કાપી શકે તેવી રિમોટ કન્ટ્રોલથી ચાલતી બોટનું સંશોધન

સાહીને વેસ્ટ વસ્તુઓ એકઠી કરીને રિમોટ કન્ટ્રોલથી ચાલતી બોટ તૈયાર કરી હતી જેનું નામ એસ 5 ડ્રીમ રાખવામાં આવ્યું હતું. આ બોટ પાણીમાં અડધા કિલોમીટરનું અંતર કાપી શકે છે.આ ઉપરાંત કચરો ઉપાડી શકે તેવું યંત્ર પણ બનાવ્યું છે. જે કચરો ઉપાડી શકે, ફેંકી શકે અને ઘરમાં પોતુ કરી શકે અને સુકવી પણ શકે છે.

સાહિન અનેકવાર સન્માનિત પણ થયો

સાહિન સૈયદે તૈયાર કરેલા વિવિધ આવિષ્કાર ને પગલે તેનો શાળા ઉપરાંત અન્ય સ્થળએથી પણ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ તેને તેના મિત્ર વર્તુળમાંથી પણ શુભેચ્છાઓ મળતી રહે છે. જોકે હજુ તેને યોગ્ય પ્લેટફોર્મ મળે અને યોગ્ય સ્તરે નોંધ લેવામાં આવે તો તેની આ કળા વિશ્વ સ્તરે પણ છવાઈ જશે.

યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન ઉપરાંત આર્થિક સહાય મળે તો સમાજ સાથે સમગ્ર કચ્છનું નામ પણ રોશન થઈ શકે

અત્યાર સુધી સાહિન નાનકડી પંપ મશીનથી માંડી સુપર એક્ઝોસ્ટ ફેન અને બેટરી ચાર્જિંગથી માંડીને ગૂગલ ગ્લાસ જેવા અનેક નાના-મોટા આવિષ્કાર કરી ચૂક્યો છે. હાલ આ યુવાન પોતાની ટેલેન્ટ નમો ટેબલેટ રિપેરીંગ નાના-મોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે તો તેને યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન ઉપરાંત આર્થિક સહાય મળે તો સમાજ સાથે સમગ્ર કચ્છનું નામ પણ રોશન કરી શકે તેમ છે. થ્રી ઈડિયટ ફિલ્મના રેન્ચોને જોઈને આપણે સૌ તાળી વગાડતા હોઈએ છીએ પરંતુ આપણી આસપાસ વસતા આવા સ્થાનિક ટેલેન્ટ યુવાનોને મદદ કરીને તેને આગળ લઈ આવીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આપણો પોતાનો સિંહફાળો આપી શકીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details