કચ્છ : વિશ્વના બે દેશો વચ્ચે ચાલતા યુદ્ધ અને તેના (Russia Ukraine War) કારણે તેમના પર ઘઉં માટે નિર્ભર દેશોને ન મળતા ઘઉંના જથ્થાની આપૂર્તિ ભારત દ્વારા ગત મહિનાથી અતિ ઉત્સાહ સાથે શરૂ કરી દેવાઈ હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય સ્તરે અને દેશની અંદર પણ ઘઉંના વધતા ભાવથી સરકારે શનિવારે અચાનક નોટીફીકેશન (Govt Bans Wheat Exports) બહાર પાડીને 13મે સુધી આવેલા હતા. તેમજ LC કઢાવેલા ઘઉં સિવાયની નિકાસ પર (Wheat Exports From Kandla Port) પ્રતિબંધ ઘોષિત કરી દીધો હતો.
કંડલામાં ઘઉંના નિકાસ પર પ્રતિબંધ લાખો ટન ઘઉંનો જથ્થો અટવાયો -કચ્છના કંડલા પોર્ટ પર કસ્ટમે લોડીંગ (Kandla Port Custom Loading) અટકાવી દીધું છે. દેશભરમાંથી ઘઉંની થતી નિકાસમાં 75 ટકા માત્ર કંડલાથી થઈ રહ્યું છે, ત્યારે અંદાજે 2 મિલિયન ટન (Wheat Exports to Country) જેટલા ઘઉં આજે પણ એક્સપોર્ટ થવા ખડકાયેલા પડ્યા છે. તેને તેમનું શું થશે તે અંગે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. અધુરામાં પુરું કંડલા કસ્ટમ દ્વારા LC હોવા છતાં નોટિફિકેશનનો હવાલો આપીને DGFT માં તેનું રજીસ્ટ્રેશન હોવું જોઇએ, તોજ લોડ કરવા દેશું, તેનો નિર્દેશ આપીને લોડીંગ અટકાવી દીધું હતું. જેના કારણે કંડલા પોર્ટ પર 4 જહાજમાં ચાલતું લોડીંગનું કામ કાજ અટકી ગયું હતું.
આ પણ વાંચો :Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ
ઘઉં ભરેલા ટ્રકો લઈ ક્યાં જવા ? -કેન્દ્ર સરકારના નિર્ણય થકી આજે કંડલામાં ઘઉંના 5000થી વધુ ટ્રકો, 15થી વધુ રેલરેક તથા 4 જહાજ સ્ટેન્ડ બાયની અવસ્થામાં રાખી દેવામાં આવ્યા છે. હવે મોટો પ્રશ્ન સર્જાઈ ગયો છે કે, યાર્ડમાં ઉભા રહી ગયેલા 5000થી વધુ ટ્રકોને માટે લાખો ટન ઘઉંનું શું કરવું તે પ્રશ્ન ઊભો થયો છે. સરકારે નિકાસ (India Bans Wheat Exports) પર પ્રતિબંધ લગાવી દીધો, પોર્ટ દ્વારા લોડ કરવાનુ બંધ કરી દેવાયુ છે, ગોડાઉનમાં હાઉસ ફુલના પાટીયા લાગી ગયા છે, આવામાં હવે આ ઘઉં ભરેલા ટ્રકો લઈ ક્યાં જવા એ પ્રશ્ન ઊભો થયો છે. કદાચ પરત લઈ જાય તો પણ એકાદ ટ્રક દીઠ બે લાખથી વધુનું નુકસાન (Kandla Port Export Ban) વેઠવાનો પણ વારો આવી શકે તેમ છે.
આ પણ વાંચો :Quality of wheat Research : ઘઉં સંબંધિત સંશોધન માટે કચ્છ યુનિવર્સિટીના છાત્રોની રાષ્ટ્રીયસ્તરે થઇ પસંદગી, શું છે પદ્ધતિ તે જાણો
શીપર્સ-બાયર્સને કરોડોનો ફટકો પડશે -કંડલા પોર્ટ પર હાલમાં બર્થ પર રહેલા 4 સ્ટેન્ડ બાય જહાજ ક્ષીણ યુ હાય, જગરાધા, મના અને વેલીએન્ટ સમર નામના જહાજ પર જો ઘઉ લોડની મંજુરી અપાય તો કદાચ ટ્રકોના ખડકલાઓમાથી રાહત થઈ શકે તેમ છે. અહી પણ કસ્ટમે આ 4 જહાજને પણ અટકાવી દીધા હોવાનું કહેવાય છે. પરંતુ, કદાચ આ 4 જહાજને પણ મંજૂરી અપાશે તો પ્રશ્ન સંપૂર્ણ ઉકેલાતો દેખાતો નથી. કારણ કે, 4 જહાજમાં ઘઉં અનલોડીંગની મંજૂરી અપાઈ તો ગોડાઉનમાં કદાચ સ્ટોરેજની જગ્યાઓ થઈ શકે છે. પરંતુ, ગોડાઉન બાદમાં જે ઘઉં પડતર રહી જશે તેની જવાબદારી કોણ લેશે તે તો શીપર્સને જ ખર્ચો ભોગવવાનો વારો આવી શકે તેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિકે ઘઉંના જથ્થાને સલામત કરે તે આવકારદાયક વાત છે. પરંતુ, રાતોરાત જ બેન કરી દેવાથી શીપર્સ-બાયર્સને (Wheat Export in Gujarat) કરોડોનો ફટકો પડશે.