મુખ્યત્વે કચ્છ જિલ્લાના સુરજબારી–સામખિયારી અને મોખા ટોલ પ્લાઝા પર ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ઘણી વખત ટોલ પ્લાઝાના સ્ટાફ દ્વારા ગેર વર્તન કરાય છે. તો, ઈમરજન્સી ટોલ ફ્રી નંબર ટોલ પ્લાઝા ઉપર દર્શાવવાનો અભાવ સહિત રાજમાર્ગ સુધારા સંબધિત પ્રશ્નો લાબા સમયથી વણઉકેલાયા છે.
કચ્છમાં ટોલનાકાની સમસ્યા ઉકેલવા અંતે કોઈ જાગ્યું ખરૂ, દર ત્રણ મહિને કરાશે સમીક્ષા જે સંદર્ભે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકારણ (NHAI)ના પ્રોજેક્ટર ડિરેક્ટર સબંધિત ટોલ પ્લાઝાના જવાબદાર આધિકાર સાથે વાહન ચાલકોને ઉદભવતી હાલાકી બાબતે સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં ૧૫ દિવસમાં બધી જ સમસ્યાઓના નિરાકરણ માટે તાકીદ હાથ ધરી હતી.
કચ્છમાં ટોલનાકાની સમસ્યા ઉકેલવા અંતે કોઈ જાગ્યું ખરૂ, દર ત્રણ મહિને કરાશે સમીક્ષા સાંસદે વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ટોલ બુથના બધા સ્ટાફ તાલીમબદ્ધ રાખવા સાથે સાર્વજનિક અને .આઈ.પી.ઓ. સાથે સ્ટાફનો સહકાર યુક્ત વર્તન જરૂરી છે. દરેક ટોલ નાકે એમ્બ્યુલન્સ, ક્રેનની સુવિધા ઈમરજન્સી ટોલ ફ્રી નંબર દર્શાવવા અને દરેક ટોલ પ્લાઝા ઉપર જવાબદાર અધિકારીઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહે તેવી રજૂઆત કરી હતી. બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરેટીના પ્રોજેકટ ડિરેકટર પી.કે. સિંહ મેનેજર વિકાસ મિતલ, ડી. મેનેજરશ્રી પવન ગુરવે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરેટીના પ્રોજેકટ ડિરેક્ટર પી.કે. સિંહ મેનેજર વિકાસ મિતલ, ડી. મેનેજર પવન ગુરવે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના આર.ઓ. આશુતોષ ગૌતમ સાથે ગાંધીનગર ટેલિફોનિક વાતચીત કરી ટોલબુથ, રોડ રસ્તા સુધારણા, વપરાશ કરતા વાહન ચાલકો અને જનતાને પડતી અગવડતાઓના સંદર્ભે ચર્ચા કરી હતી. R.O. તરફથી પણ પંદર દિવસમાં ટોલ પ્લાઝામાં જનતાને પડતી તકલીફોના સુધારણાની ખાત્રી આપવામાં આવી હતી.
વધુમાં સાંસદે જણાવ્યુ હતું કે, ગળપાદર, ખેડોઈ, મોખા સર્વિસ રોડ, વીડી અને જબલપુર મધ્યે ચાલતા રોડ અને બ્રિજ માટે નવી એજન્સી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલે છે. પડાણા બ્રિઝની કામગીરી પુરજોશમાં ચાલે છે. હવેથી દર ત્રણ માસે ટોલપ્લાઝા સંચાલકો તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજવાનું નક્કી કર્યું છે.