ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના વધુ એક જિલ્લામાં PUBG ગેમ પર પ્રતિબંધ - kutch

કચ્છ: બાળકોના માનસ પર ગેમ રમવાને કરાણે થતી ખરાબ અસરને ધ્યાને રાખી કચ્છમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 14, 2019, 11:45 PM IST

આ જાહેરનામાને અનુસાર PUBG ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃતિનું પ્રમાણ વધતું હોવાથી આ પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર વિપરીત અસર થાય છે. કચ્છ કલેક્ટર દ્વારા PUBG / MOMO Challenge રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ PUBG ગેમ રમવાની ગતિવિધિમાં ભાગ લે અથવા ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં મૌખીક તેમજ લેખીત રજૂઆત કરી શકશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ 188 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે.

ABOUT THE AUTHOR

...view details