ગુજરાત

gujarat

16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Woodના Restoreની પ્રક્રિયા પૂર્ણતાના આરે

By

Published : Jun 8, 2021, 3:41 PM IST

ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરા ખાતે થોડા વર્ષ પહેલાં 16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Wood મળી આવ્યા હતાં. જે પૂરા ભારત વર્ષ માટે એક મહત્વની ઘટના છે અને હાલમાં આ Jurassic Fossil Woodને Restore કરવામાં આવી રહ્યું છે.

16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Woodના Restoreની પ્રક્રિયા પૂર્ણતાના આરે
16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Woodના Restoreની પ્રક્રિયા પૂર્ણતાના આરે

  • 11 અને 13 મીટર લાંબા Jurassic Fossil wood મળી આવ્યાં
  • સંશોધનમાં જાણ થઈ Fossil Wood 16 કરોડ વર્ષ જૂનું
  • geologist દ્વારા ધોળાવીરામાં Jurassic Fossil Woodની શોધ કરવામાં આવી હતી

    કચ્છ: આજથી 10થી 11 વર્ષ પહેલાં geologist દ્વારા ધોળાવીરા ખાતે Jurassic Fossil Wood ની શોધ કરવામાં આવી હતી. પહેલાં પણ આ પ્રકારના wood શોધવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારના wood શોધ્યા બાદ આને વનવિભાગ દ્વારા રક્ષિત કરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલા આ પ્રકારના woodને રક્ષિત કરવા માટે વનવિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
    ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યાં છે


    Jurassic Fossil woodને રક્ષિત કરવામાં આવી

    2011-2012માં આ wood ને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તેની ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી અને લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. પરંતુ આ wood પ્રત્યેની ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતાં.
    ધોળાવીરા ખાતે થોડા વર્ષ પહેલાં 16 કરોડ વર્ષ જૂના Jurassic Fossil Wood મળી આવ્યા હતાં


    11 અને 13 મીટર લાંબા wood મળી આવ્યાં

    ધોળાવીરા ખાતે બે Jurassic Fossil Wood મળી આવ્યાં હતાં જેમાંથી એક 11 મીટર લાંબો અને 1.5 મીટર પહોળો છે જ્યારે બીજો 13 મીટર લાંબો અને 1.5 મીટરથી પહોળો Jurassic Fossil Wood છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયાં છે.

    Jurassic Fossil Wood ના ટુકડાઓ તૂટીને ખરી પડ્યાં

    ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે ત્યાં આ Jurassic Fossil Wood છે. આ હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યું છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યાં છે. તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે.

આ પણ વાંચોઃ વિરપુરના યુવા ખેડૂત લાલ ભીંડાની નવી પ્રજાતિની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

2014માં tourism વિભાગ દ્વારા એક 8 થી 10 કરોડના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી

દસ વર્ષ પછી આ જગ્યા પર tourist આવવાનું શરૂ કર્યું હતું ત્યારે વહીવટીતંત્રને આ Jurassic Fossil Woodની જાણ થઈ હતી કે આ એક જાતની જીઓ હેરિટેજ છે અને આ ભૂસ્તરીય સભ્યતાને બચાવવું જરૂરી છે. માટે તેના પછી 2014માં tourism વિભાગ દ્વારા એક 8 થી 10 કરોડના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ શરૂઆતમાં 4થી 5 વર્ષ કોઈપણ જાતનું કાર્ય કરવામાં આવ્યું ન હતું.

2017માં આ woodની આજુબાજુ Development શરૂ કરાયું

2017માં આ Jurassic Fossil Wood ની આજુબાજુ development કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ આમ તો tourism વિભાગનું છે પરંતુ આનું કામ કચ્છ કલેકટરની સૂચના મુજબ કરવામાં આવી રહ્યું છે. હાલ Jurassic Fossil Woodને યોગ્ય રક્ષણ મળી ગયું છે.

Technical માહિતી માટે આ કાર્ય અર્થ એન્ડ સાયન્સ વિભાગને સોંપાયું

Jurassic Fossil Wood ની technical details જાણવી જરૂરી હતી માટે આ પ્રોજેક્ટને વહીવટીતંત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ. મહેશ ઠક્કરને સોંપવામાં આવ્યું હતું.

લાખો કરોડો વર્ષ પછી આ wood પથ્થરમાં પરિણમે છે

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ એક driftwood પ્રકારના wood છે આ કાંતો પૂર અથવા તો સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરી આવીને રેતાળ વિસ્તારમાં ખૂંચી જાય છે અને સમય જતાં લાખો કરોડો વર્ષ પછી આ wood પથ્થરમાં પરિણમે છે અને Fossil Wood બની જાય છે.

Researchમાં જાણ થઈ Fossil Wood 16 કરોડ વર્ષ જૂનું

આ Jurassic Fossil Wood પર જ્યારે Research કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ 16 કરોડ વર્ષ જૂનું લાકડું છે અને જે અત્યારે જોવામાં 11 થી 13 મીટર છે જે ખરેખર ખૂબ મોટો હોય શકે છે. આ Jurassic Fossil Wood પર અભ્યાસ કરવામાં આવ્યું અને ક્યાં પથ્થરોમાં આ મળી આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી.

Conclusion:Restoreનું કામ કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગને સોંપાયું

આ Jurassic Fossil Wood દરરોજ થોડું થોડું તૂટી રહ્યું હતું માટે અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ મહેશ ઠકકરે કલેકટર સાથે મીટીંગ કરી હતી તેમને આ Jurassic Fossil Wood Restore કરવાની વાત મૂકી હતી અને આ કામ તેમને જ સોંપવામાં આવ્યું હતું.

50 વર્ષ સુધી wood ને જાળવી રાખવા માટે Research કરાયું

ડૉ. મહેશ ઠક્કરે આ woodના નાના નાના ટુકડાઓને જોડવા માટે લેબોરેટરીમાં research કરવામાં આવી હતી અને આ Fossil Wood ને 10-25 કે 50 વર્ષ સુધી જાળવી શકાય અને ક્યાં પ્રકારના પ્રવાહી દ્વારા આ ટુકડાઓને જોડીને Restore કરી શકાય તે અંગે research કરવામાં આવ્યું હતું.

80% Restoreનું કામ પૂર્ણ

આ Jurassic Fossil Wood ને Restore કરવાનું કાર્ય પૂરા ભારત વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં Restore કરવાનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે.

ગરમી, ઠંડી, વરસાદથી બચાવવા Canopy બનાવવું જરૂરી

આ Jurassic Fossil Wood Restore થઈ ગયા બાદ પણ તેને Direct ગરમી, ઠંડી, વરસાદથી બચાવવું જરૂરી છે માટે તેના પર Canopy બનાવવું જરૂરી છે જેથી તેને કોઈ નુકસાન ન પહોંચે.

જાણો શું કહે છે અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ?

અગાઉ આ પ્રકારના wood Thailand, USA અને Canadaમાં પણ જોવા મળ્યા હતાં અને ત્યાંના તંત્ર દ્વારા ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ત્યાં museum બનાવવામાં આવ્યું હતું જ્યારે અહી ખુલ્લામાં રાખવામાં આવ્યું છે. માટે જો વહીવટીતંત્ર કોઈ વ્યવસ્થા ઉભી કરે તેવી મારી અપીલ છે.

ABOUT THE AUTHOR

...view details