કચ્છઃ પદ્યુમનસિંહ જાડેજા એક વિડિયો મારફતે જણાવ્યું છે કે, મે રાજયસભાની ચુંટણી વચ્ચે મારા વિસ્તારના વિકાસકામો માટે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે. નર્મદાનું પાણી, નખત્રાણા કૉલેજ, ગામડાના મકાનોની આકારણી, ઉદ્યોગમાં સ્થાનિક રોજગારી અને નખત્રાણા બાયપાસની માંગણી સ્વીકારી લેવાઈ છે. જેેને પગલે મેં રાજીનામું આપ્યું છે. ખરીદી કે કોઈ હોદાની લાલચે મેં આ પગલું ભર્યું નથી.
અબડાસાના ધારાસભ્યએ રાજીનામા પછી આપી પ્રતિક્રિયા, કહ્યું-વિકાસ માટે કેસરીયો - Kutch Abadasa MLA Paduman Singh Jadeja
ભાજપની સરકાર સામે કુણી લાગણી ધરાવીને જગજાહેર કોંગ્રેસમાં રહીશ તેવું કહેનારા કચ્છ અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ અંતે ગણતરી મુજબ કેસરીયો ધારણ કરી લીધો છે. કોંગ્રેસ અને મિડિયાથી સંપર્ક વિહોણા રહેલા આ ધારાસભ્યએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મુકયો છે. જેમાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

વિકાસ માટે કેસરીયા, અબડાસાના ધારાસભ્યની રાજીનામાની પ્રતિક્રિયા
અબડાસાના ધારાસભ્યએ રાજીનામા પછી આપી પ્રતિક્રિયા, કહ્યું-વિકાસ માટે કેસરીયો
મળતી માહિતી મુજબ રાજીનામા પછી હવે અબડાસાની પેટા ચૂંટણીમાં પ્રદ્યુમનાસિંહ ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે. જો કે, ઈતિહાસ સાક્ષી છે કે, આ બેઠક પરથી કોઇ ઉમેદવાર બીજી વખત ચૂંટાયો નથી. આ ઉપરાંત વિધાનસભાની અબડાસા બેઠક સમયાંતરે ખંડિત થવામાં પણ અવ્વલ જ રહેતી આવી છે.
Last Updated : Mar 16, 2020, 1:43 PM IST
TAGGED:
કચ્છ ન્યૂઝ