કચ્છ:કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના પ્રોફેસર ડો.વિજય રામ અને લેબ આસિસ્ટન્ટ બીજલ શુક્લના માર્ગદર્શનમાં રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓ ધ્વનિ મિયાત્રા, મીત નાકર અને મહેન્દ્ર પંડ્યા દ્વારા કેઓલીનની બ્રાઇટનેશ વધારવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. કચ્છ કે જેને લોકો સેમી એરિડ વિસ્તાર અને વિવિધ મિનરલનો ખજાના ધરાવતા વિસ્તાર તરીકે ઓળખે છે. હાલમાં કચ્છમાંથી ખુબ મોટા પ્રમાણમાં ચાઈના ક્લે મોરબી અને અંકલેશ્વર મોકલવામાં આવે છે. આનું મુખ્ય કારણ ચાઇના ક્લે મટિરિયલની વિવિધ ઉપયોગીતા છે.
ચાઇના કલેની બ્રાઇટનેશ વધારવા માટેની પદ્ધતિ "કચ્છની ધરામાં અનેક મિનરલ્સ અને ખનીજો ધરબાયેલા છે. કચ્છમાં ચાઇના ક્લેની અનેક ખાણો આવેલી છે. ચાઇના ક્લે મટીરીયલ મુખ્યત્વે પેઇન્ટ કંપનીઓ જેવી કે એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ વગેરેમાં તેમજ મોરબીની ટાઇલ્સ કંપનીઓમાં તથા પેપર અને પલ્પ કંપનીઓમાં વપરાશ થાય છે. કુદરતી રીતે મળતાં ચાઇના ક્લે મરિટિયલમાં ઘણી વખત જોઈએ તેવી બ્રાઇટનેશ હોતી નથી, આથી તેને ઓછી કિંમતે વેંચવી પડે છે." - ડો.વિજય રામ, પ્રોફેસર
મોરબીની જાણીતી લેબમાં ટેસ્ટિંગ: જો ચાઇના ક્લે રો મરિટિયલમાંથી અમુક આયરન જેવી અશુદ્ધિ દૂર કરવામાં આવે તો ખૂબ ઊંચી કિંમત મળી શકે તેમ છે. આ દિશામાં કામ કરતા કચ્છ યુનિવર્સિટીના એનાલિટિકલ કેમેસ્ટ્રી ભવનમાં ભણતા વિદ્યાર્થીઓ ધ્વનિ મિયાત્રા, મીત નાકર અને મહેન્દ્ર પંડીયા દ્વારા ડો. વિજય રામ અને લેબ આસિસ્ટન્ટ બીજલ શુક્લના માર્ગદર્શનમાં ચાઈના ક્લે (કેઓલીન)ની બ્રાઇટનેશ વધારવાની પદ્ધતિ વિકસાવવા માટે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા અને તેનું ટેસ્ટિંગ મોરબીની જાણીતી લેબમાં કરવામાં આવ્યું હતું.
મોરબીની જાણીતી લેબમાં ટેસ્ટિંગ બ્રાઇટનેશમાં 2થી 10 યુનિટ સુધીનો વધારો: વિવિધ પ્રયોગો દરમિયાન ચાઈના ક્લેના વિવિધ ગ્રેડ મટીરિયલની બ્રાઇટનેશમાં 2થી લઇ 10 યુનિટ સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ સંશોધન થકી આવનારા દિવસોમાં કચ્છ વિસ્તારના લોકોને લાભ મળશે તેવી આશા રાખવામાં આવી છે. હાલમાં ચાઈના ક્લેના વિવિધ ગ્રેડ મટીરિયલમાં વિવિધ અશુદ્ધિ દૂર કરી અને બિટોનનું પ્રમાણ જાળવવા માટેના પ્રયોગો ચાલુ છે. આ અગાઉ પણ પ્રોફેસર ડો.વિજય રામના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના વિધાર્થીઓએ અનેક સફળ સંશોધનો કર્યા છે.
- Nobel Prize 2023: આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે નોબલ પ્રાઈઝ
- Nobel Prize 2023: આ વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ એવોર્ડ માટે 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઈ