કચ્છ: ગુજરાતના મુખ્ય સચિવ(Chief Secretary of Gujarat ) પંકજકુમારની અધ્યક્ષતામાં આજરોજ કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગ(Lumpy virus disease) વાયરસના સંક્રમણને ધ્યાને લઇ કલેકટર કચેરી, ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ(Lumpy virus in Kutch) બાબતની જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા પાસેથી વિગતો મેળવીને માહિતીગાર થયા હતા. વર્તમાન પરિસ્થિતિ અને અસરગ્રસ્ત પશુ અને વિસ્તારની વ્યવસ્થા તેમજ બિન અસરગ્રસ્ત પશુઓમાં તકેદારી બાબતે વાકેફ થયા હતા.
જિલ્લામાં લમ્પીથી અસરગ્રસ્ત ગામોમાં રસીકરણ - જિલ્લામાં લમ્પીથી અસરગ્રસ્ત 548 ગામોમાં 164981 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે, તો કુલ 43731 પશુઓને સારવાર અપાઇ છે. તેમજ જિલ્લાની 102 પાંજરાપોળ, ગૌશાળામાં 5307 અસરગ્રસ્ત તમામને સારવાર રસીકરણ(Lumpy Virus Vaccination) કરાયેલી છે. આ માટે 26 આઈસોલેશન સેન્ટરમાં 754 પશુઓની સારવાર 58 મોબાઈલવાન સહિત 72 ટીમના કુલ 103 નિષ્ણાંત માનવબળ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:માણસ હેરાન, પશુ પરેશાન ખતમ નથી થતો વાયરસ રૂપી શેતાન
રસીકરણ, સારવાર અને આઈસોલેશનને કેન્દ્રમાં રાખવા સચિવનો અનુરોધ - સચિવ પંકજકુમારે હાઈટેક પધ્ધતિથી ઉપલબ્ધ સંસાધનો દ્વારા પારદર્શક સારવાર, કાળજી, રસીકરણ, આઈસોલેશન સેન્ટરના ઉપયોગ તેમજ અસરગ્રસ્ત પશુધન અને બિનઅસરગ્રસ્ત પશુઓમાં તેમજ સરહદી જિલ્લા વિસ્તારમાં પશુ રસીકરણ કરવા પર ભાર મૂકીને માર્ગદર્શક સૂચનો રજુ કર્યા હતા. આ સાથે સ્થાનિકોની સતર્કતા અમલવારીથી રોગ નિયંત્રણ લાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લાના પશુધનના રસીકરણ, સારવાર અને આઈસોલેશનવાળા પશુઓ પર ધ્યાન રાખવા જણાવી દૈનિક કામગીરીની પરિણામલક્ષી વિગતોથી લમ્પી રોગને અંકુશમાં લેવાના પગલાને સબંધિતોને સાર્વત્રિક માહિતગાર કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.
જુદાં જુદાં મુદ્દાઓ પણ ચર્ચા કરાઈ -આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃત પશુ દેહ નિકાલના ગ્રામ પંચાયત સ્તરેથી કરવાની અમલવારી તેમજ રખડતા ઢોરની સારવાર બાબતે ગ્રામ પંચાયત તેમજ જવાબદાર માલિકને દંડની જોગવાઇ બાબતે ચર્ચા કરાઈ હતી. ગ્રામ્ય અને નગરપાલિકામાં રોગ નિયંત્રણ દવા(Disease Control Medicine in Municipalities) છંટકાવ, ફોગીંગ તેમજ સાવચેતીના પગલાં બાબતે પણ વિગતે ચર્ચા કરાઈ હતી.
મુન્દ્રા, માંડવી, અંજાર તાલુકામાં રસીકરણ પર વધુ ધ્યાન -ગાય પશુધનમાં રસીકરણમાં માનવબળ જરૂરિયાત વ્યવસ્થા અંગે રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા 3000 પશુપાલન તબીબી અભ્યાસ(Animal husbandry medical studies) કરેલા અને ભણતા વિદ્યાર્થીઓને રસીકરણના કામ માટે લગાડવામાં આવશે. હાલમાં કચ્છમાં મુન્દ્રા, માંડવી, અંજાર તાલુકામાં રસીકરણ પર વધુ ભાર અપાઇ રહ્યો છે તેમજ કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં લમ્પી રોગ પ્રભાવી હતો તે નિયંત્રણમાં છે.
લોકોમાં વધુ જનજાગૃતિ ફેલાવવા કર્યો અનુરોધ -મુખ્ય સચિવે દૈનિક સક્રિયપણે વ્યવસ્થા, દૈનિક સાફ સફાઈ, કામકાજનું વર્ચ્યુઅલી મોનીટરીંગ, ટેકનોલોજીના માધ્યમથી રિપોર્ટિંગના (Reporting through technology) આધારે પશુઓની સારસંભાળ અને કાળજીના પગલા ભરવા તેમજ રખડતા નંદીઓની વ્યવસ્થા બાબતે પણ સૌ સાથે સમીક્ષા કરી હતી.આરોગ્ય વિભાગના સંકલનમાં રહી ઋતુજન્ય રોગોના અગમચેતીથી અમલમાં લેવાના પગલાં ભરવા, લોકોમાં આ બાબતે વધુ જનજાગૃતિ ફેલાવવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો:લમ્પી વાયરસના લીધે વણસી સ્થિતિ, કલેક્ટરે ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મૂક્યો
પશુઓ માટે ચોકસાઇ અને સારવારનો અભિગમ રાખવા પંકજકુમારે માંગ કરી હતી - જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19ના પગલે સંકલન સહયોગથી પરિણામલક્ષી કામગીરી કરાઇ છે તેમ પશુઓ માટે પણ ચોકસાઇ અને સારવારનો અભિગમ રાખવાનો પંકજકુમારે અનુરોધ કર્યો હતો. તેમજ હાલે જિલ્લામાં કરેલી લમ્પીની કામગીરીનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.