- કચ્છ જિલ્લામાં 16મી અને 17મી સપ્ટેમ્બરના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી
- પોલીસ ફોર્સ,અન્ય સ્થળાંતર તથા રેસ્ક્યુ ટીમ સાથે પણ સંકલન કરાયું
- વસ્થાપન તંત્ર દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ
કચ્છ:હાલ રાજકોટ અને જામનગરમાં વાદડ ફાટ્યુ હોઇ દેવા દશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદના સંજોગોમાં નદી, તળાવો, ડેમોમાં પાણીની આવક ચાલુ છે. નીચાણવાળા કોઝવે, નીચાણવાળા એરિયા તથા અજાણ્યા પાણીમાં વાહનો નાખવા નહિ, વહેતા પાણીમાં નદીમાં, તળાવમાં કે તળાવની આવમાં, બાળકો, યુવાનો કુતુહલવશ જવુ નહિ, વરસાદી પાણીમાં ન્હાવાનું જોખમ ન કરવા તથા અનિવાર્ય સંજોગો સિવાય ઘરથી બહાર ન નીકળવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે સતર્કતા રાખવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરાયો અનુરોધ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરાયુંં
આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ પણ કરવામાં આવી છે. જે અન્વયે અંતરિયાળ વિસ્તારમાં સંપર્કો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. રાહત સામગ્રીના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. કોવિડ-19 અન્વયે નિયત થયેલા માર્ગદર્શિકાનું પાલન કરવા તૈયારી રાખવામાં આવી છે. તમામ વિભાગોના કન્ટ્રોલરૂમ સતત સક્રિય કરાયા છે. ડેમોની આસપાસ આવતા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવા એલર્ટ આપવામાં આવ્યું છે. કોઝ-વે, પૂલ અને નીચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા એલર્ટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
અંતરિયાળ વિસ્તારો સાથે સંપર્ક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પાણી ન ભરાય તથા જાહેરાતના બોર્ડ ભયજનક જણાય તો ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા અંતરિયાળ વિસ્તારો સાથે સંપર્ક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સંબંધિત વિભાગો(લાઇન ડિપાર્ટમેન્ટ), પોલીસ ફોર્સ તથા અન્ય સ્થળાંતર તથા રેસ્ક્યુ ટીમ સાથે સંકલન વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આશ્રયસ્થાનો તૈયાર રાખવા તથા તેની કોવિડ-19 ની સ્થિતિ અનુસંધાને સેનેટાઇઝ કરવા સબંધિતોને સુચના આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં પાણી ન ભરાય તથા જાહેરાતના બોર્ડ ભયજનક જણાય તો ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જન વખતે તકેદારી રાખવા માટે જણાવાયું
જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સાથે સમયસર સંપર્ક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે. ઔધોગિક એકમોમાં જરૂરી પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. તથા ગણેશ ઉત્સવ ઉજવણીની સબંધિત સુચનાઓનો લોકો ચુસ્તપણે પાલન કરે તેના માટે પણ જણાવવામાં આવ્યું છે. તેમજ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ ગણેશ વિસર્જન વખતે ખાસ ધ્યાન રાખવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ડિઝાસ્ટર શાખાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:Monsoon Update: અમરેલી જિલ્લાના બાબરામાં 9 મીમી અને લાઠીમાં 16 મીમી વરસ્યો વરસાદ
અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ વ્યક્તિએ ઘરથી બહાર ન નીકળવું: મામલતદાર ડિઝાસ્ટર વિભાગ
આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને થયેલી વિડિયો કોન્ફરન્સમાં તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારને તથા સંલગ્ન લાઈન ડિપાર્ટમેન્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના છોડવા સૂચના આપવામાં આવી છે. તમામ તાલુકા કંટ્રોલરૂમ અને જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્ક વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સાથે સાથે આર્મી, બીએસએફની રેસ્ક્યું ઓપરેશનની ટીમ હોય છે. તેમની સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ વ્યક્તિએ ઘરથી બહાર ન નીકળવું. આ ઉપરાંત પોલીસ વિભાગને પણ પેટ્રોલિંગ માટે જણાવવામાં આવ્યું છે.