- ભુજના શરાફ બજારમાં ETV BHARATની ટીમ આવી પહોંચી
- લોકોએ લાપરવાહી રાખીને ભીડમાં ના જવું જોઈએ
- આંશિક નિયંત્રણોમાં છૂટછાટ મળ્યા પછી બજારમાં એકઠી થઈ
આંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી, કોરોના ગાઈડલાઈનનો ભંગ - Social distance
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા જે 36 શહેરોમાં આંશિક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. તે આંશિક નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે અને વેપારીઓ તેમનો ધંધો-રોજગાર સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. આ નિર્ણય પછી ભુજની તમામ બજારો ખુલી ગઈ છે અને ધમધમી ઉઠી છે. ત્યારે જોવાનુંએ રહ્યું કે, લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહિ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે કે નહીં.
આંશિક નિયંત્રણોમાં છૂટછાટથી ભુજની બજારો ધમધમી
કચ્છ :રિયાલિટી ચેક કરવા માટે ભુજના શરાફ બજારમાં ETV BHARATની ટીમ આવી પહોંચી છે. અહીં મોટા પ્રમાણમાં લોકોની ભીડ જામી છે અને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. જો એક પણ કોરોના પોઝિટિવ કેસ હોય તો ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાઈ શકે છે. લોકોએ જાગૃત નાગરિક તરીકે આગળ આવીને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું જોઈએ અને જરૂર ના હોય તો ઘરથી બહાર ના નીકળવું જોઈએ અને સંક્રમણ ફેલાવતા રોકવો જોઈએ.