ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ નગરપાલિકામાં ઓનલાઇન મરણના પ્રમાણપત્ર માટે થતી અરજી અંગેનું રિયાલિટી ચેક

ગુજરાતમાં જન્મ અને મૃત્યુની નોંધણી જન્મ અને મૃત્યુ અધિનિયમ 1969ની જોગવાઇઓ હેઠળ કરવામાં આવે છે. ભુજ નગરપાલિકા દ્વારા 1લી એપ્રિલથી જન્મ અને મરણના પ્રમાણપત્ર ઓનલાઇન પ્રક્રિયાથી આપવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારે ઓનલાઇન મૃત્યુ પ્રમાણપત્રની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં ભુજ નગરપાલિકામાં 950 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી 925 જેટલા લોકોને મૃત્યુના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

ભુજ નગરપાલિકામાં ઓનલાઇન મરણના પ્રમાણપત્ર માટે થતી અરજી અંગેનું રિયાલિટી ચેક
ભુજ નગરપાલિકામાં ઓનલાઇન મરણના પ્રમાણપત્ર માટે થતી અરજી અંગેનું રિયાલિટી ચેક

By

Published : May 27, 2021, 8:11 PM IST

  • ભુજ નગરપાલિકા દ્વારા 1લી એપ્રિલથી ઓનલાઇન મૃત્યુના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે
  • અત્યાર સુધીમાં 925 લોકોને ઓનલાઇન પોર્ટલ પરથી પ્રમાણપત્રો અપાયા
  • https://eolakh.gujarat.gov.in પોર્ટલ પરથી જન્મ તથા મૃત્યુના પ્રમાણપત્રની અરજી કરી શકાય છે
  • ઓનલાઇન ડાઉનલોડ કરાયેલ પ્રમાણપત્ર unique નંબર ધરાવે છે

કચ્છઃગુજરાતમાં જન્મ અને મૃત્યુની નોંધણી જન્મ અને મૃત્યુ અધિનિયમ, 1969ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે અને તેને અનુરૂપ સંબંધિત નિયમો હેઠળ નોંધણી કરવામાં આવી રહ્યા છે. ચીફ રજિસ્ટ્રાર (જન્મ અને મૃત્યુ) અને આરોગ્ય કમિશનર, ગુજરાત રાજ્યએ જન્મ અને મૃત્યુની નોંધણી માટે તથા સિસ્ટમ દ્વારા નોંધાયેલા પ્રમાણપત્રો આપવા માટે "ઇ-ઓળખ" નામનું સોફ્ટવેર બનાવ્યું છે. આ સોફ્ટવેરનો અમલ કર્યા પછી, RBD એક્ટ, 1969ની કલમ 12/17ની જોગવાઈઓ હેઠળ આ સોફ્ટવેર દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે. જાહેર કરાયેલ સોફ્ટવેર દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રો જે https://eolakh.gujarat.gov.in પર ઉપલબ્ધ છે અને તે રાજ્યભરની દરેક નોંધાયેલ જન્મ અને મૃત્યુ માટે એક unique પ્રમાણપત્ર નંબર ધરાવે છે.

https://eolakh.gujarat.gov.in પોર્ટલ પરથી જન્મ તથા મૃત્યુના પ્રમાણપત્રની અરજી કરી શકાય છે

આ પણ વાંચોઃ EXCLUSIVE: રાજકોટ કોર્પોરેશન કચેરીમાં છેલ્લાં 2 માસમાં ઓલટાઇમ હાઇ 13 હજારથી વધુ મૃત્યુ નોંધાયા

ઓનલાઇન પોર્ટલ પરથી મેળવેલા મૃત્યુના પ્રમાણપત્રો કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ

આ પ્રમાણપત્રો QR કોડથી પણ સક્ષમ છે અને પ્રમાણપત્રની પ્રામાણિકતા વેબસાઇટ https://eolakh.gujarat.gov.in પરથી ચકાસી શકાય છે. આ જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ છે અને તમામ સરકારી તેમજ બિન સરકારી હેતુઓ માટે અધિકૃત પુરાવા તરીકે ગણી શકાય છે.

એક અઠવાડિયાના અંતર સુધીમાં પ્રમાણપત્ર મળે છે

ભુજ નગરપાલિકામાં પણ 1લી એપ્રિલથી જન્મ તથા મૃત્યુ અંગેના પ્રમાણપત્રો ઓનલાઇન પ્રક્રિયાથી આપવામાં આવી રહ્યા છે. અરજી કર્યાના અઠવાડિયા સુધીના સમયગાળામાં આ પ્રમાણપત્રો મળી જાય છે. ઓનલાઇન પોર્ટલ પરથી લોકો મોબાઈલમાં PDF પણ download કરી શકે છે અને નગરપાલિકામાં રૂબરૂ આવતાં લોકોને પણ પ્રમાણપત્રની પ્રિન્ટ કાઢી અપાવામાં આવે છે.

અત્યાર સુધીમાં 925 લોકોને ઓનલાઇન પોર્ટલ પરથી પ્રમાણપત્રો અપાયા

જાણો કઈ રીતે થાય છે પ્રમાણપત્ર માટેની અરજી...

  1. સૌપ્રથમ જ્યારે હોસ્પિટલમાં કોઈનું મૃત્યું થાય છે ત્યારે દર્દીના પરિવારજનોનો જે મોબાઇલ નંબર દર્દીને દાખલ કરવા સમયે નોંધાવેલો હોય તે નંબર પર હોસ્પિટલવાળા એક એપ્લીકેશન નંબર આપે છે અને નગરપાલિકામાં એક ફોર્મ પણ આપે છે.
  2. ત્યાર બાદ આ એપ્લીકેશન નંબર દ્વારા https://eolakh.gujarat.gov.in પોર્ટલ પર જઈ ડાઉનલોડ સર્ટિફિકેટ (download certificate) પર ક્લિક કરવાથી ત્યાં એક નવી વિન્ડો ખુલશે અને તેમાં જન્મ અને મરણ સિલેક્ટ કરવાનું આવશે તથા અરજી નંબર અને મોબાઇલ નંબર નાખવા માટેનો પણ વિકલ્પ મળશે.
  3. ત્યારબાદ અરજી નંબર તથા વર્ષ સિલેક્ટ કરીને એપ્લાય (apply) કરવામાં આવશે એટલે મરણ પામનાર વ્યક્તિ અંગેની માહિતી આવશે અને ત્યારબાદ મુત્યુનું પ્રમાણપત્ર જનરેટ થશે.

યોગ્ય પૂરાવા હોત તો તે જ દિવસે સુધારો કરી અપાય છે

મરણના પ્રમાણપત્રમાં જો કોઈ ભૂલ જણાય તો તેનો સુધારો કરવા માટે જો અરજદાર પાસે યોગ્ય પૂરાવા અને આધારકાર્ડ હોય તો અરજી કર્યાના તે જ દિવસે સુધારો કરી અપાવામાં આવે છે.

ભુજ નગરપાલિકા દ્વારા 1લી એપ્રિલથી ઓનલાઇન મૃત્યુના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે

આ પણ વાંચોઃ રાજ્યમાં ગત વર્ષ કરતા 3 ગણા મોત, સરકાર નિષ્ફળતા ઢાંકવા મોતના આંકડા છુપાવે છે : અમિત ચાવડા

પોર્ટલ પર અમુક સમયે વધારે લોડ હોય ત્યારે સર્વર ડાઉન થાય છે

આ ઉપરાંત આ ઓનલાઈન પોર્ટલમાં કોઈપણ જાતની ક્રેશ કે હેંગની ઘટના બની નથી પરંતુ ક્યારેક વધારે લોડ હોય ત્યારે સર્વર ડાઉન થઈ જતું હોય છે પરંતુ માત્ર 5-10 મિનિટમાં પ્રક્રિયા પાછી શરૂ થઈ જાય છે.

ભુજ નગરપાલિકામાં ઓનલાઇન મરણના પ્રમાણપત્ર માટે થતી અરજી અંગેનું રિયાલિટી ચેક

અત્યાર સુધીમાં ઓનલાઇન પ્રક્રિયા દ્વારા 925 લોકોને મૃત્યુના પ્રમાણપત્ર આપવામાં આવ્યા

રાજ્ય સરકારે ઓનલાઇન મૃત્યુ પ્રમાણપત્રની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં ભુજ નગરપાલિકામાં 950 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી 925 જેટલા લોકોને મૃત્યુના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

જાણો શું કહ્યું ભુજ નગરપાલિકાના હેડ કલાર્કે?

ભુજ નગરપાલિકામાં 1લી એપ્રિલથી જ આ ઓનલાઈન પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. જેમાં લોકોને જે મેસેજ આવે છે તેનાથી તેઓ આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે અથવા તો નગરપાલિકા દ્વારા પણ તેને સાથ સહકાર આપવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details