ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક - Reality check by ETV Bharat

આ વર્ષે કોરોનાને કારણે જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, સરકારના આ નિયમનું પાલન ભુજ શહેરમાં થાય છે કે કેમ? તે જાણવા માટે ETV Bharat દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું.

ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક
ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક

By

Published : Mar 29, 2021, 3:15 PM IST

  • સરકારના પરિપત્રના ઉલ્લંઘન સાથે કેટલીક જગ્યાએ જાહેરમાં ઉજવણી થઈ
  • શહેરમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • વર્ષોથી તહેવારોમાં ધમધમી ઉઠતા વિસ્તારો બન્યા સુમસામ

ભુજ: ધુળેટીના તહેવારની લોકો ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે અને હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી પણ કરતા હોય છે, પરંતુ આ વખતે કોરોના કાળમાં સરકારના પરિપત્ર મુજબ જાહેરમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ETV Bharat દ્વારા ભુજ શહેરમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં કેટલાક લોકોએ બેફામપણે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરીને માસ્ક વગર ધુળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા અને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અચાનક જ પોલીસની ગાડી આવી પહોંચતા ધુળેટીની ઉજવણી કરતા યુવાનો ભાગતા જોવા મળ્યા હતા.

ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક

આ પણ વાંચો:હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી

વર્ષોથી તહેવારોમાં ધમધમી ઉઠતા વિસ્તારો બન્યા સુમસામ

જાહેરમાં ધુળેટી રમતા લોકોને પકડવા માટે શહેરમાં ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભુજના હમીરસર તળાવ, વોકવે, મોટા બંધ જેવા વિસ્તારો કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી હોળી દિવાળી જેવા મોટા તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ વિસ્તારો લોકોથી ધમધમતા હોય છે, પરંતુ એવા વિસ્તારો પણ ધુળેટીના દિવસે સૂમસામ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details