કચ્છ:હાલમાં કચ્છમાં ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. ફરી એકવાર અનોખી ઘટના સામે આવી છે જેમાં દુષ્કર્મ અને મોતની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદથી એક યુવતી કચ્છમાં આવે છે અને તેની સાથે ખાનગી રિસોર્ટમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની હકીકત તેણે હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી. જેના ગણતરીના કલાકો બાદ જે યુવાન સામે શંકા હતી તેણે ફાંસો ખાઈ લેતાં આખો મામલો પોલીસ માટે પણ મિસ્ટ્રી સમાન બની ગયો છે.
દુષ્કર્મની ફરિયાદ: ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી એમ.એલ.સી. રિપોર્ટ પરથી જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદની 22 વર્ષિય યુવતી ગઈકાલે પોતાની રીતે જી.કે.માં ગઈ હતી. જયાં તેણે પોતાની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સેડાતા નજીક આવેલ રિસોર્ટ ખાતે બનાવ બન્યો હોવાનું જણાવતાં માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનારના નિવેદન લેવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. યુવતીએ દિલીપ આહીર નામના વ્યક્તિએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું લખાવ્યું હતું.
આરોપીઓએ જ કર્યો આપઘાત:ચોંકાવનારી બાબત એ છે કે આજે સવારના 7 વાગ્યાના અરસામાં દેશલપર નલિયા રોડ પર પેટ્રોલપંપની પાછળ બાવળોની ઝાડીમાં એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે જી.કે.માં લઈ અવાયો પણ તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જે ઘટના અંગે નખત્રાણા પોલીસે એડી દાખલ કરી હતી. હાલના તબક્કે એમએલસીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ એજ યુવાન છે જેના પર પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી:આ ઘટના અંગે માહિતી આપતા માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.આર.ચૌધરીએ યુવતીનું વિગતવાર નિવેદન લઈને ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ ઘટનાએ અનેક રહસ્યો સર્જ્યા છે. આ યુવતી કોણ હતી?, અમદાવાદથી કચ્છ કેવી રીતે આવી?, યુવક સાથેનો કંઈ રીતે સંપર્કમાં આવી?, યુવકે આવું પગલું શા માટે ભર્યું? તે સહિતની બાબતોએ અનેક સવાલો ઉભા કર્યા છે. જે રિસોર્ટમાં ઘટના બની છે ત્યાંના કેમેરા ચેક કરવામાં આવશે. ભોગ બનનાર યુવતી સાથે તેના પરિવારના સભ્યોના નિવેદન અને રિસોર્ટના ડેટા એન્ટ્રી અને સ્ટાફની પુછપરછ પણ કરવામાં આવશે.
- Delhi Crime: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીનું ગળું કાપી નાખ્યું, પોતે પણ કર્યો આપઘાત
- Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો