કચ્છ:ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટ લઈને વિશ્વભરમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું (corona guide line in Rannutsav 2022 23) છે. આ રણોત્સવમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ટેન્ટ સિટીમાં રોકાણ પણ કરી રહ્યા (Rann Utsav The Tent City) છે. ત્યારે રણોત્સવમાં પણ કોરોના ગાઇડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું (corona guide line in Rannutsav 2022 23) છે.
ટેન્ટ સિટીમાં બુકિંગ ફૂલ:રણોત્સવમાં ગત વર્ષે કોરોના મહામારીના કારણે લગાવેલ લોકડાઉન થકી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા હતા અને આ વર્ષે પણ પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટવા પાછળનું મુખ્ય કારણ ચીનમાં ફેલાયેલ કોરોનાનું નવો વેરીયન્ટ પણ હોઇ શકે છે. આ વર્ષે ભારતીય પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ઉમટી રહ્યા છે.તેમજ ટેન્ટ સિટીમાં ન્યુ યર સેલિબ્રેશન, ફૂલ મૂન નાઈટ, ઉતરાયણ વગેરે માટે પણ સારા પ્રમાણમાં બુકિંગ થયું છે.
તમામ ગાઈડલાઈનનું પાલન:Lallooji And Sonsના PRO અમિત ગુપ્તાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,રણોત્સવ છે તે આમ તો ખુલ્લા આકાશ નીચે યોજવામાં આવતો હોય છે અને ખૂબ વિશાળ સ્થળે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. ટેન્ટ સિટીમાં ટેન્ટ વચ્ચે પણ ડિસ્ટન્સ રહેતું હોય છે તેમજ રણમાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ કોરોનાની ગાઈડ લાઈનનું મેનેજમેન્ટ દ્વારા પાલન કરવામાં આવતું હોય છે.ઉપરાંત મેનેજમેન્ટ સ્ટાફ, વહીવટી તંત્ર, પ્રવાસીઓ તેમજ અન્ય મુલાકાતીઓ દ્વારા પણ કોરોનાની ગાઇડલાઈનને લઈને પૂરતો સપોર્ટ પણ આપવામાં આવે છે.