ગુજરાત

gujarat

ETV Bharat / state

Ranotsav 2022: રણોત્સવનો વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના હસ્તે પ્રારંભ - રીજનલ સાયન્સ સેન્ટર

કચ્છમાં રણોત્સવ (Rann Utsav 2022) પ્રારંભ કરવામાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. રણોત્સવનું આયોજન આમ તો તારીખ 26 ઓકટોબરથી તારીખ 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના હસ્તે આજે રણોત્સવનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Ranotsav 2022: રણોત્સવનો વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના હસ્તે પ્રારંભ
Ranotsav 2022: રણોત્સવનો વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના હસ્તે પ્રારંભ

By

Published : Nov 3, 2022, 2:45 PM IST

કચ્છકચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદરણમાં યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આવકારવા સજ્જ થઈ ગયું છે. આ વખતે રણોત્સવનું આયોજન (Rann Utsav 2022) આમ તો તારીખ 26 ઓકટોબરથી તારીખ 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના હસ્તે આજે રણોત્સવનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ટેરવે આકાર પામેલી પ્રોડક્ટો રણોત્સવને (Rann Utsav 2022) લોકાર્પિત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રીએ સૌ પ્રથમ ક્રાફ્ટ માર્કેટમાં હસ્તકલા કારીગરોના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમની આંગળીના ટેરવે આકાર પામેલી પ્રોડક્ટોને જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. રણોત્સવને ખુલ્લું મુકતા વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને અવિકસીત કચ્છને વિશ્વના નકશામાં મુકવાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થયું છે. રણ ઉત્સવ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થતા ટુરીસ્ટનુ મનપસંદ સ્થાન બન્યું છે. જેના કારણે છેલ્લા નવ વર્ષમાં અહીં 25 લાખથી વધુ પ્રવાસીઓ આવીને સફેદ રણને માણી ચૂક્યા છે.

ફળ સ્વરૂપ રણોત્સવવડાપ્રધાને દુરંદેશીના ફળ સ્વરૂપ રણોત્સવ થકી કચ્છના સરહદના લોકોની સુખાકારીમાં વધારો થયો છે. કચ્છ ખમીરવંતા અને દરિયાદિલ લોકોનો પ્રદેશ છે. આ હેતાળ પ્રદેશના લોકોએ કચ્છના વિકાસમાં સક્રિય પણે સહભાગીતા દર્શાવીને કચ્છને એક ઉદાહરણરૂપ પ્રદેશ બનાવી દીધો છે. વડાપ્રધાને કચ્છનો સર્વાંગી વિકાસ કરી વિશ્વના નકશામાં મૂકવાના સ્વપ્નને કચ્છના લોકોએ સહકાર આપીને સાકાર કર્યું છે. આજે કચ્છમાં દેશભરમાંથી રોજગારી મેળવવા માટે લોકો આવે છે, કચ્છની સરહદ સલામત બને અને સરહદના લોકો સમૃદ્ધ બને તે માટે વડાપ્રધાને અહીં અનેક પ્રકલ્પોનુ નિર્માણ કર્યું છે. જેમાંથી રણઉત્સવ, સરહદ ડેરી, ઉદ્યોગો તેમજ એશિયાના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કનું સ્વપ્ન સાકાર થયું છે, ટૂંક સમયમાં કચ્છની સરહદ દેશને વીજળી આપતી થશે.

કચ્છ ખરા અર્થમાં સોનું ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, લોકો રણ ઉત્સવની રાહ જોતા હોય છે જેથી અહીંના હેન્ડીક્રાફ્ટને ખરીદી શકે તેમજ કારીગરો પણ આખું વર્ષ પોતાની મહેનત અહીં રજૂ કરીને આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કચ્છ ખરા અર્થમાં સોનું છે અહીં ખાણ ખનીજ ઉદ્યોગ ,મીઠા ઉદ્યોગ સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ તેમજ ત્રણ પોર્ટ હોવાથી અહીં ચૌતરફ વિકાસ થયો છે. તેમણે જે રીતે યુરોપની ટુરના પેકેજ હોય છે તે રીતે ટુરીઝમ ક્ષેત્રે સંકળાયેલા ધંધાર્થીઓ આખા કચ્છની ટુરના પેકેજ બનાવીને લોકો સમક્ષ મૂકી તો આખા કચ્છને લોકો સરળતાથી માણી શકે અને કચ્છને આંતરિક રીતે પણ ઓળખી શકે.

આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામ્યો પ્રવાસીઓને ધોળાવીરાની, સ્મૃતિ વન, રીજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ કર્યોટુરીઝમ વિભાગના સચિવ હારીત શુક્લાએ જણાવ્યું હતું કે , અત્યારે રણ ઉત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામ્યો છે. આ ઉત્સવ થકી અહીંના ગામડાઓની અર્થવ્યવસ્થામાં ખૂબ જ સુધારો થયો છે. ભવિષ્યમાં પણ આ સ્થળ વધુને વધુ વિકસિત થશે. તેમણે આ સમયે પરમેનેન્ટ સાઉન્ડ શો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી .તેમજ તેમણે અહીં આવતા પ્રવાસીઓને ધોળાવીરાની, સ્મૃતિ વન, રીજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

ટોપ ટેન ટુરીઝમ ડેસ્ટિનેશનમાં સ્થાન કચ્છ વર્લ્ડના 10 ટોપ ટેન ટુરીઝમ ડેસ્ટિનેશનમાં સ્થાન પામશે રાજ્ય સરકાર પોતાની વિવિધ પોલિસીઓના અમલીકરણથી ટુરીઝમ ક્ષેત્રે કચ્છ સહિતના પ્રદેશોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે કાર્યશીલ છે. આવનારા વર્ષોમાં કચ્છ વર્લ્ડના 10 ટોપ ટેન ટુરીઝમ ડેસ્ટિનેશનમાં સ્થાન પામશે. તેમણે કચ્છ હાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મહત્વનું સ્થાન બન્યું છે. ત્યારે સરકાર આ ક્ષેત્રે પણ કચ્છનો વિકાસ થાય તે માટે સક્રિય કામગીરી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details