કચ્છઃ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પળી મામલે રાંચી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો. જેથી રાંચી પોલીસના ઇનપુટના આધારે કચ્છ પોલીસે મુન્દ્રા તાલુકાના કપાયા ગામમાંથી સગીર વયના ધોરણ-12ના વિદ્યાર્થીને શોધી કાઢ્યો હતો. આ સગીરે કોમેન્ટ કરી હોવાનું કબૂલ્યું હતું.
મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલોઃ રાંચી પોલીસે આરોપીનો કબજો મેળવ્યો - Bhuj Crime Branch
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી સામે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર થયેલી બિભત્સ કોમેન્ટના મામલે રાંચી પોલીસના ઇન્સ્પેક્ટર સહિત 2 સભ્યોની ટીમ મંગળવારે ભુજ પહોંચી છે. હાલ ભુજ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. મળતી વિગતો મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે, રાંચી પોલીસે આ બાબતે જે ગુનો દાખલ કર્યો હતો, તેની તમામ કાર્યવાહી થઇ રહી છે.
મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી વિશે અભદ્ર ટિપ્પળી કરનાર સગીરની રાંચી પોલીસ કરી રહી છે પૂછપરછ
આ સમગ્ર કિસ્સામાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના વિદ્યાર્થીની ભૂમિકા સામે આવતા રાંચી પોલીસની એક ટીમ ભુજ આવી છે અને તપાસ કરી રહી છે. મળતી વિગતો મુજબ આ સમગ્ર કેસમાં ગુનો નોંધાયા બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના આરોપીને પોલીસ કબજો સંભાળીને રાંચી લઈ જાય તેવી શક્યતા છે. જો કે, આગળ શું થશે તે બાબતની વિગતો હજુ સામે આવી નથી.
Last Updated : Oct 13, 2020, 11:40 PM IST