ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૌસેવકોમાં આનંદ! ગાયના ગોબરમાંથી બનતી મોબાઇલ ચિપ્સને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ - cow

દેશી ગાયના ગોબરમાંથી બનતી (cow dung Mobile chips) મોબાઈલ ચિપ્સને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળી છે. ભુજ તાલુકાના કુકમા ગામે ગૌ વિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 2016માં આ ઉત્પાદન માટે પેટન્ટ (Mobile chips International patent) ફાઇલ કરી હતી. જેને સરકારની અને વિજ્ઞાનની મહોર મળી છે. (Ramkrishna Trust in Bhuj)

ગૌસેવકોમાં આનંદ! ગાયના ગોબરમાંથી બનતી મોબાઇલ ચિપ્સને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ
ગૌસેવકોમાં આનંદ! ગાયના ગોબરમાંથી બનતી મોબાઇલ ચિપ્સને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

By

Published : Nov 22, 2022, 11:07 AM IST

કચ્છ : ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે. ગાયને માતા ગણી, પૂજન કરવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર, દૂધ, ગાયનું ગોબર વગેરેનું પણ આગવું મહત્વ રહેલું છે, ત્યારે કુકમા ખાતે કાર્યરત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગોબર અને ગૌમૂત્રમાંથી અનેક ચીજ વસ્તુઓનું (cow urine made Products) ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી એક મોબાઇલ અને લેપટોપ માટે ગોબર ચિપ્સનું પણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ગોબર ચિપ્સ મોબાઈલ તેમજ લેપટોપ કે કોમ્પુટરમાંથી નીકળતા નુકસાનકારક રેડિએશન સામે રક્ષણ આપી હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. (cow dung Importance)

રામકૃષ્ણ ટ્રસ્ટ ખાતે દેશી ગાયના ગોબરની મોબાઇલ ચિપ્સને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

આંતરરાષ્ટ્રીય માન્યતાભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે કુકમાની સંસ્થા દ્વારા 2016માં ભારતમાં સંભવત: પ્રથમવાર ગોબર એન્ટી રેડીયેશન ચિપ્સનું નિર્માણ (cow dung make) કરવામાં આવ્યું હતું. ગોબર ચિપ્સ હકીકતમાં હકારાત્મક ઉર્જા વધારે છે, તે માટે બેલાસ્ટીક ગેલવેનોમીટર પર તેની ચકાસણી પણ કરવામાં આવી હતી. જેમાં 10 લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તેની પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી. ત્યાં થયેલી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને કાઉડન્ગ બેઝ્ડ રેડિયેશન અને એનર્જી માસ્કીંગ ચિપ્સના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળતાં ગૌસેવકોમાં આનંદ અને વિશ્વાસની લાગણી છવાઈ હતી.

લોકોને અહીં નિ:શુલ્ક તાલીમ અપાય છેઉલ્લેખનીય છે કે, કુકમા સ્થિત સંસ્થામાં દેશી ગાયના પંચગવ્યમાંથી 100 કરતાં પણ વધારે પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એટલું જ નહીં તેની નિ:શુલ્ક તાલીમ પણ અપાય છે. જેનો લાભ સેંકડો યુવાન લઇ ચૂક્યા છે. દેશી ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે અને દેશી ગાયમાતાના ગોબરમાંથી બનતી મોબાઈલ ચિપ્સને આંતરરાષ્ટ્રીય પેટેન્ટ મળ્યું છે. (Mobile chips International patent)

ગોબર ચિપ્સને સરકારી પેટન્ટ મળતાં તેને ઓર બળ મળ્યુંરામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાયના વિષયનો ધીરે ધીરે સ્વીકાર થવા લાગ્યો છે, ત્યારે ગોબર ચિપ્સને સરકારી પેટન્ટ મળતાં તેને ઓર બળ મળ્યું છે. આવનારા સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. ગાયના ગોબર માટેની જે પેટર્ન છે. 2016ની અંદર એ પેટર્ન ફાઈલ કરી હતી અને વિશ્વમંગલ પ્રોગ્રામ યાત્રાથી તો ગૌ વિજ્ઞાન આપણા સુધી પહોંચ્યો જે ગાયનો એક વિશાળ પરિચય છે. જે એક સમયે આપણા શાસ્ત્રોએ કરાવ્યું જ હતો. આપણા જીવનમાં પણ એનો એક વિશાળ પરિચય હતો. ધીમે ધીમે કાળક્રમે આપણે શાસ્ત્રોને પણ સાઈડમાં મૂક્યા અને આપણો જીવન પદ્ધતિઓ પણ બદલી એટલે ગાય છે. ધીમે ધીમે પરિચય સીમિત થયો. જેમ કે ગાયનો પરિચય એટલે અડધો લીટર દૂધ અને ક્યાંક ધાર્મિક સ્થાન પર તિલક ટપકાં અને ગાય માતાની જય એટલા પૂરતો સીમિત હતું. (cow dung Mobile chips)

ગાય છે એ પ્રકૃતિનો આધાર છેવિશ્વ મંગલ ગૌવિજ્ઞાનની અંદર ગાયના પંચગવ્યાના ઉપયોગથી લઈને ગાયની અંદર રહેલા શાસ્ત્રોક્ત જે વાતો છે એને ક્યાંક ને ક્યાંક આજના વ્યવહારમાં લઈ જવા માટેની વાતો મને મળી એટલે રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રકૃતિ સમર્પિત સંસ્થા છે અને ગાય છે એ પ્રકૃતિનો આધાર છે. મને એના વિજ્ઞાન સાંભળ્યા પછી એમ થયું કે ના વાત તો સાચી છે. છતાં પણ આજના યુગમાં સીધી આધાર વગર પુરાવા વગર કોઈ વાત લઈ જવી યોગ્ય નથી એટલે એના માટે હું સાઇન્ટીસ્ટ તો નથી. પણ એક પ્રેક્ટીકલ અનુભવોમાં એનો આધાર લેવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લા પાંચ સાત વર્ષમાં 2010થી આ વિષયને પકડી અને ગૌમૂત્ર અર્ક બનાવ્યા અને ખેતીની અંદર પણ સાયન્ટિફિક ખાતરો બનાવ્યા અને ગોબર ક્રાફ્ટ બનાવે અને ગાયના જુદા જુદા કોસમેટીક બનાવેલા એના અમે પરિણામો લેવાની કોશિશ કરી. તો ખરેખર એને વ્યવહારિક જગતમાં અમે પરિણામો મેળવ્યા ગ્રાહકોએ ઉપભોક્તાઓએ ઉપયોગ કર્યો અને પરિણામો મળ્યા ત્યારથી મને એમ થયું કે આ તો અનુભવના આધારે તો સિદ્ધ થયું છે. (cow dung anti radiation)

આ ચીપ રેડીએશનને કંટ્રોલ કરવાનું કામ કરે છેવધુમાં જણાવ્યું હતું કે એમાં એક ખાસ કરીને સાંભળેલું કે અમેરિકામાં પણ જે બંકરો બને છે તો એ ગોબર છે. એ રેડીએશન રોકે છે. એ સમય સાંભળેલું અને આપણા મિલેટ્રી બંકરોમાં પણ લીપણ પણ કરવામાં આવે છે. તો એનો ક્યાંકને ક્યાંક રેડીએશન સાથે સંબંધ છે. પછી અમે એને આધારે પેંડુલમ સાથે પ્રયોગો કર્યા અને કેટલાક હાથની શક્તિઓમાં પણ એના પ્રયોગો પ્રેક્ટિકલ અમે કર્યા તો અમને એમ લાગ્યું કે ખરેખર રેડીએશનને રોકે છે. (cow dung products)

ભારત સરકારે મંજૂરી આપી મનોજ સોલંકીએ વધુમાં જણાવ્યુ કે, 2016 માં એને એક ફાઈલ સબમિટ કરી હવે ફાઈલ સબમિટ કરી, ત્યારે એને સાયન્ટિફિક આધાર જોઈએ. એટલે મેં ફિઝિકલ વિજ્ઞાનના જે ડિપાર્ટમેન્ટ હતું. એનામાં જઈને અમે ગેલવેનોમીટરથી એને મોબાઇલ ચીપને એક જાતનું પ્રયત્ન કર્યો. તો એમાં અમને રીડિંગ લીધાએ રીડિંગની અંદર એક રેડીએશનને કંટ્રોલ કરવાનું કામ ધ્યાનમાં આવ્યું અને બીજું એક વસ્તુ ધ્યાનમાં આવી ગઈ એનર્જી પ્રોવાઈડ કરશે. એટલે એનર્જી પણ વધારે છે એટલે અમે એ બે મુદ્દાને લઈ અને અમે જે પેટર્ન ફાઈલ કરી હતી. એના આધાર પુરાવો પણ અમે સાયન્ટિફિકેટ રજુ કર્યા. એ રજૂઆતને આધારે આજે ભારત સરકારે આ પેટર્નને મંજૂરી આપી છે. (Ramkrishna Trust in Bhuj)

ABOUT THE AUTHOR

...view details