રાખડીનું મટિરિયલ અને ડિઝાઇન અનોખાં કચ્છ : રક્ષાબંધનના પર્વને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં પણ અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે ભુજની યુવતી દ્વારા રેસિનમાંથી ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે, જે અનેકો વર્ષ સુધી ચાલશે. સૌથી અગત્યની વાત આ છે કે પૂજાની પવિત્ર વસ્તુઓ સાથે 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન સાથે આ રાખડી તૈયાર કરવામાં આવી છે.
રેસિનમાંથી કસ્ટમાઇઝ રાખડીઓ તૈયાર કરી : દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર બહેનો પોતાના ભાઈઓ માટે તદ્દન જુદી રાખડી લેવાનું પસંદ કરતી હોય છે. ત્યારે આ વખતે ભુજમાં MBAનો અભ્યાસ કરેલી યુવતીએ રેસિનમાંથી ખાસ રાખડીઓ બનાવી છે. આર્ટિસ્ટ અદિતિ રૂપારેલે ખાસ કસ્ટમાઇઝ રાખડીઓ તૈયાર કરી છે.અદિતિ રૂપારેલ પોતાની માર્કેટિંગ સ્કિલ્સના આધારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ રાખડીઓ વિદેશ સુધી પહોંચાડી છે.
હાલમાં જે રેસિન આર્ટની રાખડીઓ તેમજ ઘડિયાળ, વોલપિસ, ફ્રેમ, પૂજાની થાળીઓ, નેમપ્લેટ વગેરેનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે ત્યારે તે પણ છેલ્લાં 1 મહિનાથી આ રેસિનમાંથી રાખડી અને અન્ય વસ્તુઓ બનાવી રહી છે.આ રખડીઓમાં તે 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન સાથે પૂજાની પવિત્ર વસ્તુઓ જેમ કે ભસ્મ, કુમકુમ, ચંદન, પુષ્પ, ચોખા, વિવિધ રંગો સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ રેસિન રાખડીઓની ખાસ વિશેષતા એ છે કે રક્ષાબંધન પછી આ રાખડીને પેન્ડલ તથા કિચન તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે...અદિતિ રૂપારેલે(રાખડી આર્ટિસ્ટ)
વિવિધ પ્રકારની રાખડીઓ : રેસિન રાખડીની બીજી વિશેષતા એ છે કે તેને જરૂરિયાત મુજબ એટલે કે તેની ડિઝાઇન ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવે છે. આ રાખડીઓ બનાવતા બે દિવસનો સમય લાગે છે. ઓર્ડર પ્રમાણે કસ્ટમાઇઝ રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જેમાં ભાઈ બહેનના સાથે ફોટાવાળી રાખડી, ભાઈના નામવાળી રાખડી, એવિલ આઇવાળી રાખડી, જુદી જુદી પૂજાપાની વસ્તુઓવાળી રાખડી વગેરે રાખડી બનાવવામાં આવી રહી છે.
કેન્યા અને દુબઈથી ઓર્ડર : અદિતિએ વધુમાં જણાવ્યું હતું કે તેણે એમબીએ વિથ ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગમાં કર્યું છે અને ત્યાર બાદ પોતાની બિઝનેસ સ્કીલ તેમજ માર્કેટિંગ કરવાની વિવિધ પદ્ધતિઓને પોતાના આ બિઝનેસ સાથે કનેક્ટ કરી છે. સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરી રહી છે. છેલ્લા એક મહિનાથી કસ્ટમાઈઝ રાખડી બનાવી રહ્યાં છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તેમજ ભારત દેશના અન્ય રાજ્યો સહિત ખાસ કરીને કેન્યા અને દુબઈમાં રહેતા ગુજરાતી લોકોએ આ રાખડી કસ્ટમાઇઝ કરીને ઓર્ડર કરે છે.
MBAની માર્કેટીંગ સ્કીલનો કર્યો ઉપયોગ :અદિતિએ આ વખતે 250 જેટલી રાખડીઓ બનાવી છે અને આ રેસિનની એક રાખડીની કિંમત 70થી 100 રૂપિયા હોય છે. જેથી લોકો પોતાની પસંદની સારી કસ્ટમાઇઝ રાખડી સસ્તા ભાવે મેળવી શકે છે. અદિતિ અભ્યાસમાં શીખેલી માર્કેટિંગ અને મેનેજમેન્ટની સ્કીલ થકી આજે પોતાનો નવો રેસિન આર્ટનો બિઝનેસ ઊભો કરી રહી છે.જેમાં તે માઊથ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, niche માર્કેટિંગ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, બ્રાન્ડ માર્કેટિંગ, ડાયરેક્ટ માર્કેટિંગ જેવી ટેકનિકનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધારી રહી છે.
- Raksha Bandhan 2023: તારીખ અને તિથિમાં અટવાઈ છે રક્ષાબંધન, જાણો કઈ તિથિ અને તારીખે બાંધવી રાખડી
- Pm Modi's Pak Sister : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે તેમની પાકિસ્તાની બહેન, જાણો કેટલા વર્ષોથી જળવાયો છે નાતો
- Surat Gold Silver Rakhdi : સુરતમાં ગોલ્ડ અને સિલ્વરની રાખડી પર મોદી-યોગીનું આકર્ષણ, ચંદ્રયાન-3 ની અદ્ભુત ડિઝાઇન