ગુજરાત

gujarat

ETV Bharat / state

માસિક ધર્મના નિયમો પાળવા 21મી સદીની દિકરીઓ તૈયાર, ગહન ચર્ચાનો વિષય : રાજુલ દેસાઈ - RAJUL DESAI MEET VICTIM GIRLS OF BHUJ COLLEGE INCIDENT

ભુજમાં આવેલી સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ઈન્સ્ટીટયૂટના વિદ્યાર્થીઓને માસિક ધર્મ દરમિયાન કપડા ઉતારીને તપાસ કરવાની ઘટનામાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલા દેસાઈ આજે વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી હતી.

RAJUL DESAI IN KUTCH
માસિક ધર્મના નિયમો પાળવા 21મી સદીની દિકરીઓ તૈયાર, ગહન ચર્ચાનો વિષય : રાજુલ દેસાઈ

By

Published : Feb 16, 2020, 6:14 PM IST

દીકરીઓ સાથેની મુલાકાત બાદ ડોક્ટર રાજુલા દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં દુઃખ સાથે જણાવ્યું હતું કે, આજે 21મી સદીમાં પણ માસિક ધર્મના ચોક્કસ નિયમોને પાળવા માટે દીકરીઓ તૈયાર છે, તે બાબત ગહન ચર્ચાનો વિષય છે. વિચારવાનો સમય છે, તેથી જ તેમણે દીકરીઓ સાથેની મુલાકાત બાદ જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું.

માસિક ધર્મના નિયમો પાળવા 21મી સદીની દિકરીઓ તૈયાર, ગહન ચર્ચાનો વિષય : રાજુલ દેસાઈ

મહિલા આયોગના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને આ સમગ્ર કિસ્સામાં ભોગ બનનાર દીકરી જે કાર્યવાહી થઈ છે, તેનાથી સંતોષ માન્યો છે અને બીજીતરફ જવાબદાર છે તેમને માફી માંગી લેતા હવે તેમને કંઈપણ કરવાનું રહેતું નથી. જો કે, મહિલા આયોગ આ બાબતે ગહન વિચારણા કર્યા બાદ આગળ રિપોર્ટ સરકારને સુપરત કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ સંસ્થા કોઈપણ ધર્મ પોતાના ચોક્કસ નિયમો આ રીતે લાગુ કરી શકે નહીં. સંસ્થામાં ખાસ કરીને જે યુજીસીના નિયમો છે, તેને પાળવા ફરજિયાત છે. દેશભરમાં અન્ય કોઈપણ સંસ્થામાં જો આ રીતે ચોક્કસ નિયમો લાદવાનો પ્રયાસ થતો હોય તો ભોગ બનનાર દીકરીઓ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક કરી શકે છે અને મહિલાઓ તેમની સુરક્ષા સલામતી અને સન્માન માટે હંમેશા તેની સાથે છે

ABOUT THE AUTHOR

...view details