ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં રાજનાથનો રાહુલ પર પ્રહાર કહ્યું, રાફેલ એટલે રાહુલ ફેલ - vinod chavda

કચ્છ: ગૃહપ્રધાન રાજનાથ સિંહે કચ્છના ગાંધીધામ ખાતે જનસભાને સંબોધન કરતા રાફેલ મુદ્દે કહ્યું કે, દેશની સુરક્ષા માટે લેવાયેલા પગલામાં હો હા મચાવાઈ રહી છે, પણ સાચું એ છે કે રાફેલ એટલે રાહુલ ફેઈલ. રાજનાથે કચ્છ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 24 કેરેટના સોનાના ગણાવીને જંગી બહુમતી સાથે જીતાડવા માટે અપીલ કરી હતી.

ફાઈલ ફોટો

By

Published : Apr 12, 2019, 7:46 PM IST

ગૃહ પ્રધાને કહ્યું કે, માત્ર સરકાર નહીં પણ ભાજપ દેશ બનાવવા માટે કામ કરે છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વ્યાપારીઓ માટે પેન્શન, ખેડૂતો માટે પાંચ વર્ષ માટે વગર વ્યાજે 1 લાખની લોન, આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ અનામતનો લાભ સહિતની અનેક યોજના ઘડી છે.

કચ્છમાં રાજનાથનો રાહુલ પર પ્રહાર કહ્યું, રાફેલ એટલે રાહુલ ફેલ
તેમણે કહ્યું કે, 2014 બાદ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે. કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે, તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત.રાજનાથે વધુમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં કોઈ ભૂલ ના કરતા અને ફરીવાર મોદીને દેશનું સુકાન સોંપજો. દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે રીતે PM મોદીએ શાસન ચલાવ્યું છે. તે જોતા 2030 સુધીમાં ભારત અમેરિકા, રશિયા અને ચીન પૈકી વિશ્વની ટોપ ત્રણ પૈકીની એક મહાસત્તા હશે.રાજનાથે કહ્યું કે, રાફેલ નેક્સ્ટ જનરેશન સુરક્ષાની તૈયારી છે. રાફેલ એટલે રાહુલ ફેલ, એવું કહીને રાજનાથ સિંહે કોંગ્રેસ દ્વારા "ચોકીદાર ચોર હૈ"ની કરાતી ટિપ્પણીને વડાપ્રધાન મોદીના અપમાન સમાન ગણાવી હતી. તેમજ આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી. સાંસદ અને ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાની પાંચ વર્ષની કામગીરીનો ચિતાર આપીને આગામી 5 વર્ષમાં બાકી રહેલા કામો પણ પુર્ણ કરશે તેમ જણાવી ભાજપને મત આપવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details