ભુજઃ કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યાં હતા. કમોસમી ઝાપટાંના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
કચ્છમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોની ચિંતામાં વધારો - કચ્છના તાજા સમાચાર
કચ્છના અનેક ગામડાઓ અને શહેરોમાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં ફેરફાર નોંધાતા કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
કચ્છમાં કમોસમી વરસાદના ઝાપટાં, ખેડુતોની ચિંતામા થયો વધારો
હવામાન અધિકારી રાકેશ કુમારના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનને કારણે ઉભી થયેલી સિસ્ટમથી આ સામાન્ય વરસાદનું અનુમાન હતું. આ ઉપરાંત હજુ એક દિવસ પવનની તેજ ગતિ સાથે ઝરમર વરસાદની આગાહી છે.
Last Updated : Mar 5, 2020, 1:04 PM IST