ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં સારા વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળા ખીલી ઉઠી, જૂઓ વીડિયો - કચ્છ અછતગ્રસ્ત

કચ્છ: રણ, ડુંગર અને દરિયાની ભૌગોલિક વિશેષતા સાથે કચ્છ અછતગ્રસ્ત જિલ્લાની છબી ધરાવે છે, પરંતુ હાલ કચ્છમાં પણ સારો વરસાદ થયો છે. તેનાથી કચ્છની રૂપરેખા બદલાઈ છે વરસાદી આંકડા પર નજર નાખીએ તો કચ્છમાં ચાલુ વર્ષના કચ્છના ૧૦ તાલુકામાં સરેરાશ 30 ઈચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ રાપર અને સૌથી ઓછો વરસાદ લખપતમાં નોંધાયો છે. વર્ષ 1994માં આજ રીતે સરેરાશ 30ઈચથી વઘુ વરસાદ નોંધાયો હતો અને 2010માં 34 ઈચથી વધુ સરેરાશ વરસાદ કચ્છમાં ડેમ 100 ટકા છલકાઈ ગયા છે.

કચ્છમાં સારા વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળા ખીલી ઉઠી,જુઓ વીડિયો

By

Published : Oct 2, 2019, 9:32 PM IST

માત્ર વરસાદી આંકડા નહીં પરંતુ જ્યારે કચ્છમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે ભાગ્યે જ આવા દ્રશ્યો કચ્છમાં જોવા મળતા હોય છે કે ઓછા વરસાદ અને અછત વચ્ચે કચ્છમાં સૂકા રણપ્રદેશમાં પ્રકૃતિ કીલો હોય.લીલી ચાદર ઓઢેલા ડુંગરો રણની જગ્યાએ ભરાયેલા પાણી અને ડેમ તળાવો છલોછલ કચ્છીઓ આ દ્શ્યની ખુશી વ્યક્ત કરવા સાથે કચ્છમાં લાંબા સમય બાદ આવો વરસાદ થતાં કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે

કચ્છમાં સારા વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળા ખીલી ઉઠી,જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details