- કચ્છના 10સે 10 તાલુકામાં વરસાદ વરસ્યો
- વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
- આગામી પાંચ દિવસમાં કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
કચ્છ: જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ ગઈ કાલે ભુજમાં 3 ઇંચ, માંડવી, નખત્રાણા અને ભચાઉમાં 1.5 ઇંચ, રાપરમાં 1 જ્યારે ગાંધીધામ, અંજાર અને મુન્દ્રામાં અડધાથી પોણા ઇંચ વરસાદ નોંધાયો હતો. તો લખપત તાલુકામાં થોડાઘણા વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અબડાસા તાલુકો કોરો રહ્યો હતો.
rainfall: કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ આજે સવારે 6 થી 8 વચ્ચે વરસાદ વરસ્યો
આ ઉપરાંત જિલ્લામથક ભુજમાં અસહ્ય ઉકળાટ વચ્ચે તોફાની પવન અને ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરની અનેક સોસાયટી અને જાહેર માર્ગો પર પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત આજે સવારના 6 થી 8 વચ્ચે પણ નખત્રાણા અને મુન્દ્રામાં 1 ઇંચ તથા ભુજ, અબડાસા, લખપતમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: Heavy rainfall forecast in Gujarat: રાજ્યમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
જિલ્લામાં અનેક જગ્યાએ ઉકળાટ બાદ પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવા ઝાપટાં પડવાના શરૂ થયા હતા, ત્યાર બાદ આકાશમાં વરસાદી માહોલ બરકરાર રહ્યો હતો અને વીજળીના ચમકારા થયા હતા. મોડી રાત્રીના એક વાગ્યાના અરસામાં વરસાદ વરસ્યો હતો અને સતત અડધો કલાક સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચો: Rain Update: સુરત જિલ્લામાં મેઘરાજાએ સાચવ્યું અષાઢી બીજનું મહુર્ત, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી
કચ્છમાં અષાઢી બીજથી જ ચોમાસુ જામી ચૂક્યું છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરબ સાગરમાં હળવા દબાણ અને સાઇક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ એ દરિયો તોફાની બનવાની સંભાવના ને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.
30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આગામી દિવસોમાં જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ચેતવણી રાજ્યના હવામા વિભાગ દ્વારા આપવામાં આવી છે.