ગુજરાત

gujarat

ETV Bharat / state

બે દુષ્કાળ અને એક અછત બાદ આખરે કચ્છમાં મેઘરાજાની કૃપા વરસી ! - famine

કચ્છઃ બે દુષ્કાળ અને એક અછત વર્ષ બાદ હવે ચાલુ વર્ષે મેઘરાજાની કૃપા વરસી છે. જેઠ મહિનામાં આદ્રા નક્ષત્રમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં એકથી ચાર ઈંચ જેટલો વરસાદ પડતા દેશદેશાવરના કચ્છીજનો પણ ખુશ થઈ ઉઠ્યા છે.

kutch

By

Published : Jun 26, 2019, 12:46 PM IST

બે દિવસથી કચ્છના વિવિધ વિસ્તારોમાં ઝાપટા રૂપે વરસેલા મેઘરાજાએ હવે મુંદરા તાલુકાના કંઠીપટ્ટ, કાળો ડુંગર-પચ્છમ, ધીણોધર છાવરના ગામા, નખત્રાણા સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ગુરુ દત્તાત્રેયના ધામ કાળા ડુંગર, ઉત્તરે કુરન અને નીચેના ધ્રોબાણામાં બે ઇંચ વરસાદ ખાબકી પડતાં ડુંગર પરથી જીવંત થયેલી નદીઓએ કાળમીંઢ ડુંગરને બોલતો કર્યો હતો.

જયારે નખત્રાણા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની મંગલમય પધરામણી થતાં ક્યાંક અડધો ઇંચ તો અમુક ગામડાઓમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને પગલે લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. આમારામાં ચાર ઇંચ વરસાદ વરલતા તળાવ છલકાઈ ગયું હતું. મંગવાણા, સુખપર રોહા, પલીવાડ, આણંદપર, સાંયરા, મોરગર, મોટા યક્ષ, જિયાપર, વેસલપર, ખીરસરા અને મોસુણા વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

કચ્છમાં મેઘરાજાની કૃપા વરસી

મુંદરા પંથકમાં મોસમના પ્રથમ વરસાદે હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે અડધાથી બે ઇંચ વરસાદ વરસાવ્યો હતો. ભચાઉ અને માંડવી તાલુકાના ગામોમાં ઝાપટાંથી શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. મોસમના પ્રથમ વરસાદે લોકોમાં ઉત્કંઠા જગાવી હતી. જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને મેઘરાજા મન મૂકીને વરસે એવી લોકોએ આશા કરી હતી.

વરસાદના આગમન થતાં સૂકા મુલકના હૈયાં લીલાછમ થઇ ગયાં છે. જિલ્લા મથક ભુજમાં મંગળવારે રાત્રે ઝાપટું પડયું તે સિવાય દિનભર ઉકળાટ સાથે માહોલ ગોરંભાયેલો જ રહ્યો પણ વરસાદ વરસ્યો ન હતો, જ્યારે પટેલ ચોવીસીમાં છાંટા પડયા હતા. સમગ્ર જિલ્લામાં સારા વરસની આશા મજબૂત થાય તેવો માહોલ બંધાયો છે. આ વરસાદથી કપિત ખેતી ધરાવતા ધરતીપુત્રો પૂરજોશમાં વાવણીનું કાર્ય આરંભશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details