ગુજરાત

gujarat

ETV Bharat / state

Rabies Vaccine in Kutch: શા માટે જરૂરી છે ખરપગાની રસી? કચ્છમાં શરૂ થયું રસીકરણ - રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ

કચ્છ જિલ્લામાં ગામેગામ પશુઓને ખરગવાની રસી (Rabies Vaccine in Kutch) આપવામાં આવી રહી છે. અહીં પ્રથમ તબક્કામાં અત્યાર સુધી 9 લાખ જેટલા પશુઓને રસી (Vaccination of cattle in Kutch) આપવામાં આવી છે.

Rabies Vaccine in Kutch: શા માટે જરૂરી છે ખરપગાની રસી?, કચ્છમાં શરૂ થયું રસીકરણ
Rabies Vaccine in Kutch: શા માટે જરૂરી છે ખરપગાની રસી?, કચ્છમાં શરૂ થયું રસીકરણ

By

Published : Apr 22, 2022, 3:36 PM IST

Updated : Apr 22, 2022, 3:53 PM IST

કચ્છઃ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ પ્રકારના રોગોથી બચવા રસીની અને દવાઓની જરૂર (Vaccination of cattle in Kutch) હોય છે. તેમ પશુઓને પણ વિવિધ રોગોથી રક્ષણ મેળવવા માટે રસીકરણ જરૂરી (Rabies Vaccine in Kutch) છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (National Animal Disease Control Program) અંતર્ગત કચ્છ જિલ્લામાં ગામે ગામ ખરપગાના રસીકરણ ચાલુ છે, જેને પ્રથમ તબક્કામાં 9,00,000 જેટલા પશુઓને આવરી લેવામાં આવશે.

ખરપગાના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલુ

ખરપગાના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલુ - દેશ-વિદેશની પ્રજાતિના પશુઓને કૃમિનાશક દવાનો ડોઝ, આંખ કાનની મશીનથી તપાસણી, ડિટી કિંગ કરવાની સારવાર નેઈલ ટ્રીમિંગ, જનરલ બોડી ચેકઅપ, લોહીના નમૂના લઈ તેની તપાસ, હડકવા વિરોધી રસી, ચામડીના રોગો, વાયરલ રોગો વિરોધી રસી આપવી જરૂરી રહેતી હોય છે. ત્યારે ખરપગા માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (National Animal Disease Control Program) અંતર્ગત કચ્છ જિલ્લામાં ગામે ગામ ખરપગાના રસીકરણનો (Vaccination of cattle in Kutch) પ્રથમ તબક્કો ચાલુ છે.

દરેક માલધારીઓએ આ રસીકરણનો લાભ લઈ પશુઓને આ રસી અપાવવી જોઈએ

કચ્છમાં પ્રથમ તબક્કામાં 9 લાખ પશુને અપાઈ રસી - જિલ્લા પશુપાલન અધિકારી ડો. હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છમાં વર્ષ 2022-23નો ખરપગાના રસીકરણનો આ પ્રથમ તબક્કો (Rabies Vaccine in Kutch) છે. આ તબક્કામાં 9,00,000 પશુઓને આવરી લેવામાં આવશે. હાલની સ્થિતિએ 6.5 લાખ ડોઝ ઉપલબ્ધ થયા છે. જ્યારે બાકીના ડોઝ પણ આગામી સમયમાં ફાળવવામાં આવશે. રોગને નિવારવા માટે આ રસીકરણ કરવું (Rabies Vaccine in Kutch) જરૂરી છે. તમામ માલધારીઓને પ્રથમ તબક્કામાં રસીકરણ કરાવી લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

દરેક માલધારીઓએ આ રસીકરણનો લાભ લઈ પશુઓને આ રસી અપાવવી જોઈએ

આ પણ વાંચો-Cattle problem in Bhavnagar: ભાવનગરમાં ઢોરમાં હડકવાનો રોગ દર અઠવાડિએ એક બે કેસ

શા માટે જરૂરી છે ખરપગાની રસી? - કચ્છમાં કાર્યક્રમની શરૂઆત તાલુકા સ્તરેથી થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં 1.50 લાખ પશુઓને ખરપગાની રસી (Rabies Vaccine in Kutch) અપાઈ ચૂકી છે. આ રસી પશુઓને ખરપગા રોગથી બચવા માટે આપવામાં આવી રહી છે. આ રોગમાં પશુઓના મોઢામાં ચાંદા પડે છે, પગમાં પણ ચાંદા પડે છે અને દૂધ ઉત્પાદન ક્ષમતા પણ ઘટે છે. તો ઉગ્ર તાવના કારણે પશુઓને (Vaccination of cattle in Kutch) ઘણી પીડા સહન કરવી પડે છે. વર્ષમાં બે વખત જો પશુઓને આ રસી આપવામાં આવે તો પશુઓમાં થતો ખરપગાનો રોગ અટકાવી શકાય છે.

કચ્છમાં પ્રથમ તબક્કામાં 9 લાખ પશુને અપાઈ રસી

આ પણ વાંચો-Rabies Vaccine ThRabis : હવે વેકસીનના ફક્ત 3 ડોઝથી મેળવો હડકવા સામે સુરક્ષા, ક્યારથી મળશે જાણો

દરેક માલધારીઓએ આ રસીકરણનો લાભ લઈ પશુઓને આ રસી અપાવવી જોઈએ - દરેક માલધારીઓએ પોતાના પશુઓને આ રસી બંને તબક્કામાં અપાવવી (Vaccination of cattle in Kutch) જોઈએ. જેથી કરીને પશુઓમાં ખરપગાનો રોગ ન થાય અને દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે તેમજ તેમાં વધારો થાય માટે પ્રથમ તબક્કે હાલમાં અને બીજો તબક્કો ચોમાસામાં શરૂ કરાશે ત્યારે પોતાના પશુઓને આ રસી (Rabies Vaccine in Kutch) અપાવવી અનિવાર્ય છે.

Last Updated : Apr 22, 2022, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details