- કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 48,770 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર
- રાઈ, ઘઉં, ઘાસચારો, જીરું, મકાઈ, શાકભાજીનું વાવેતર વધારે
- ખેડૂતોને શિયાળુ પાકથી ફાયદો થશે
કચ્છ :જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ 100 ટકાથી પણ વધારે થયો છે ત્યારે કચ્છના ખેડૂતોએ શિયાળાની ઋતુમાં રવી પાકોનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે તેવી આશાથી જુદાં જુદાં રવી પાકોનું વાવેતર ( kutch Rabi crops Sowing ) કરવાનું શરૂ કરી દીધું છે. જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 48,770 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
સૌથી વધુ રાઈ અને ઘાસચારાનું વાવેતર
ઉપરાંત કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષમાં સરેરાશ મુજબ 1,47,008 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. જેમાં આ વર્ષે સૌથી વધારે 25,253 હેક્ટરમાં રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાર બાદ 10,813 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે જ્યારે ઘઉંનું 4,187 હેક્ટરમાં જ વાવેતર થયેલું છે, 5540 હેક્ટરમાં મકાઈના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો 3013 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર ( kutch Rabi crops Sowing ) કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે સારા વરસાદના પગલે ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કર્યું: મદદનીશ ખેતીવાડી અધિકારી
કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ રવી પાકો ( kutch Rabi crops Sowing ) અંગે માહિતી આપતાં મદદનીશ ખેતીવાડી અધિકારી યુ.એસ. જોષીએ જણાવ્યું હતું કે, દર વર્ષે કચ્છના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન રવી પાકોમાં ઘઉં, જુરું, રાઈ, ધાણા, લસણ, ઘાસચારો, જુવાર, મકાઈ જેવાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. સામન્ય રીતે 1,47,008 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર થતું હોય છે.જેમાં સૌથી વધારે રાઈ, ઘઉં, જીરુંના પાકોનું વાવેતર થતું હોય છે.ઉપરાંત ચાલુ વર્ષે બીજા રાઉન્ડમાં સારા વરસાદના લીધે ખેડૂતોએ આ વર્ષે અત્યાર સુધીમાં સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.
પાછોતરા સમયમાં પણ ખેડૂતો હજી રવી પાકોનું વાવેતર કરશે