જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કચ્છના કાંઠાળ વિસ્તારના સ્થાનિક લોકો અને માછીમારોને વાવાઝોડા સામે સૂચિત કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેઓને સલામત સ્થળે સ્થળાંતર માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. ફીશરીઝ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે જેના નં.૦૨૮૩૨ -૨૫૩૭૮૫- ૨૫૨૩૪૭- ફેક્ષ-૨૨૪૧૫૦ -મોબાઇલ નં.૯૯૧૩૯ ૧૯૮૭૫ ઉપરાંત તેનાં ડીઝાસ્ટર કંટ્રોલરૂમના નં.૦૨૮૩૨- ૧૦૭૭(ટોલ ફ્રી) ઉપર જરૂર પડે સંપર્ક સાધવા જણાવાયું છે.
કચ્છમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખી કંટ્રોલરૂમ શરુ કરાયો - rakesh kotwal
કચ્છઃવાવાઝોડાની પરિસ્થિતિમાં જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ નો સંપર્ક કરવા તંત્રએ અપીલ કરી છે. સાથે વાવાઝોડા કે ભારે વરસાદ જેવી કોઇપણ આપત્તિની પરિસ્થિતિમાં વિવિધ વિભાગોના કન્ટ્રોલ રૂમનો સંપર્ક સાધવા તંત્ર દ્વારા- જણાવાયું છે.

KTC
ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના રીજીયોનલ ફાયર ઓફિસર આઇ.વી.ખેરના જણાવ્યા અનુસાર તમામ વાહનો અને સાધનો સાથે ફાયર સ્ટાફ પણ સજ્જ હોવાનું જણાવી તેમના કંટ્રોલરૂમ નં. ૦૨૮૩૬- ૨૫૮૧૦૧ ઉપરાંત મોબાઇલ નં.૯૮૭૯૫ ૧૫૯૬૬ અને ટોલ ફ્રી નં.૧૦૧ હોવાનું વધુમાં જણાવ્યું હતું.
સિવિલ ડીફેન્સના તાલીમ અધિકારી પી.આર. હરેશ ઠાકરના જણાવ્યા અનુસાર નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ નં.૦૨૮૩૨- ૨૩૦૬૦૪ ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યાં સાથે મદદરૂપ થવા માટે વોર્ડન સર્વિસના સભ્યોને એલર્ટ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું છે.