- નખત્રાણા ગ્રામ પંચાયતની અનોખી પહેલ
- સખી મંડળ દ્વારા હેલ્પલાઇન નંબર( HELPLINE NUMBER ) દ્વારા સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે
- ગામજનો સમસ્યા ઝડપથી દૂર કરવામાં આવી રહી છે
કચ્છ: નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા સખી મંડળને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં સખી મંડળ( SAKHI MANDAL )ની મહિલાઓ દ્વારા ગ્રામજનો દ્વારા જણાવવામાં આવતી સમસ્યાઓનો ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા જેમ બની શકે તેમ ઝડપી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
સખી મંડળ દ્વારા ફોન મારફતે ફરિયાદની નોંધણી
નખત્રાણા ગામમાં રહેતા લોકોને પાણી, ગટર, રોડ, લાઈટ, સફાઇ વગેરે અંગેના જે કઈ સમસ્યાઓ હોય તે હેલ્પલાઇન નંબર મારફતે ફોન પર જણાવવામાં આવે છે અને સખી મંડળ દ્વારા તેની નોંધણી કરવામાં આવે છે. ત્યાર બાદ સરપંચ, તલાટી અને ગ્રામ પંચાયતના અન્ય સ્ટાફના લોકો દ્વારા સમસ્યા દૂર કરવા માટે કાર્ય કરવામાં આવે છે. જે લોકો પહેલા ગ્રામ પંચાયતમાં રૂબરૂ આવીને સમસ્યા અંગે ફરિયાદ નોંધાવતા હતા અને 3-4 દિવસ સુધી એ સમસ્યા દૂર થતી ન હતી. જ્યારે હવે હેલ્પલાઇન શરૂ કર્યા બાદ બની શકે તેમ ઝડપી એ જ દિવસે સમસ્યા દૂર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અરવલ્લીના મેઘરજ ખાતે 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું
સમસ્યા દૂર કર્યા બાદ અભિપ્રાય લેવામાં આવે છે