ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની બન્ને ચેકપોસ્ટ પર ખાનગી વાહનોની કતારો, તંત્ર દ્વારા સતત કામગીરી - checkposts

લોકડાઉન પાર્ટ 4ના અમલીકરણ સાથે કચ્છમાં આવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે. સોમવારે પણ એટલી લાઈનો આડેસર અને સાખમિયાળી ચેકપોસ્ટ પર લાગી હતી. તંત્ર દ્વારા આરોગ્ય પરીક્ષણ સાથે લોકોને અંદર આવવા દેવામાં આવે છે. જયારે રેડઝોન અને અન્ય રાજયમાંથી આવતા લોકોને સરકારી કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે.

kutch
કચ્છની ચેકપોસ્ટ પર ખાનગી વાહનોની કતારો

By

Published : May 25, 2020, 8:33 PM IST

ક્ચ્છ : કોરોના કોવિડ-19ના કારણે કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વાહનો મારફતે લોકો આવી રહ્યાં છે. જેમાં સુરજબારી ચેક પોસ્ટ અને આડેસર ચેક પોસ્ટ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રાપર તાલુકાના આડેસર ખાતે પોલીસ અને આરોગ્ય વિભાગની ચેક પોસ્ટ પરથી ઉતર ગુજરાત, રાજસ્થાન, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારમાંથી દરરોજ 450 જેટલા ખાનગી વાહનો જિલ્લાની અંદર પહોંચી રહ્યાં છે. આવી જ સ્થિતિ કચ્છના સામખિયાળી ચેકસપોસ્ટ પર જોવા મળી રહી છે.

કચ્છની બન્ને ચેકપોસ્ટ પર ખાનગી વાહનોની કતારો, તંત્ર દ્વારા સતત કામગીરી
સોમવારે રાપર તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા. આડેસર PSI એ. પી. જાડેજા, હરેશ પરમાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ આ આડેસર ચેકપોસ્ટની મુલાકાત લઈ ચેકિંગ કયું હતું. જેમાં અન્ય વિસ્તારોમાંથી આવેલ લોકોનું થમર્લ ગન દ્વારા ચેકિંગ કરી આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વાહનો મારફતે આવતા લોકોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. આ સાથે ઉપસ્થિત આરોગ્ય સ્ટાફ અને સુરક્ષા સ્ટાફને કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન હેઠળ પગલાં લઈ સોશિયલ ડિસ્ટનસ જાળવી ચેકિંગ કરવા માટે સુચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details