ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત-પાકિસ્તાન બોર્ડર ચાલતા જઈ બાળકોને જીંદગીના 2 બુંદ પાતા CHO - આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

આ ગામોમાં મોટાભાગે બન્ની વિસ્તારના જત, સુમરા અને શેખ સમુદાયના પરિવારો વસે છે. આ પરિવારો તેમની કેટલીક માન્યતાઓ, રિવાજો કે અન્ય કોઈ કારણોસર રસી કે આરોગ્ય સેવાઓ લેવાનું ટાળતા હોય છે. તેવા સમયે પિન્કીબેન સ્થાનિક પ્રા. શાળાના શિક્ષક અને સરપંચનો સહકાર લઈ સૌ મા-બાપને સમજાવી અને શૂન્યથી પાંચ વર્ષનાં 70 જેટલા ભૂલકાંઓને શોધી શોધીને ખૂબ જ વ્હાલથી પોલિયોના બે બુંદ પીવડાવી (Pulse Polio Campaign in Kutch) પોલિયોથી રક્ષિત કરવામાં સફળતા મેળવી છે.

Pulse Polio Campaign in Kutch Asha Sisters Polio Dose System
Pulse Polio Campaign in Kutch Asha Sisters Polio Dose System

By

Published : Sep 23, 2022, 7:12 PM IST

કચ્છઃ ભુજ તાલુકાના ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર હસ્તક આવેલ હાજીપીર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (Bhuj police distribution health officer) પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રના ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી (Pulse Polio Campaign in Kutch) પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર કર્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપીર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીનાં ટીંપાં તેમના દ્વારા પીવડાવવામાં આવી રહ્યા છે. ચારથી પાંચ કિલોમીટરથી વધુ ચાલીને તેમણે બાળકોને પોલિયોના ટીપાના બુંદ પીવડાવ્યા હતાં.

પોલિયો મુક્ત ભારત અભિયાન

દેશમાં 'પોલિયો મુક્ત ભારત અભિયાન' હેઠળ શુન્યથી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોની રસીના ટીંપા પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક (Kutch Asha Sisters ) ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણી ભરાયેલ છે તેવા દુર્ગમ વિસ્તારના પીટારા મોટા અને પીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરખલ, ગારવાંટ ગામે ચારથી પાંચ કિલોમીટરથી વધુ ચાલીને તેમણે બાળકોને પોલિયોની ટીપાના બુંદ પીવડાવ્યા છે.

70 જેટલા ભૂલકાંઓને શોધી શોધીને બે બુંદ પીવડાવ્યાઃ

70 જેટલા ભૂલકાંઓને શોધી શોધીને બે બુંદ પીવડાવ્યાઃપિન્કીબેન પાસેથી મળતી માહિતી મુજબ આ ગામોમાં મોટાભાગે બન્ની વિસ્તારના જત, સુમરા અને શેખ સમુદાયના પરિવારો વસે છે. આ પરિવારો તેમની કેટલીક માન્યતાઓ, રિવાજો કે અન્ય કોઈ કારણોસર રસી કે આરોગ્ય સેવાઓ લેવાનું ટાળતા હોય છે. તેવા સમયે પિન્કીબેન સ્થાનિક પ્રા. શાળાના શિક્ષક અને સરપંચનો સહકાર લઈ સૌ મા-બાપને સમજાવી અને શૂન્યથી પાંચ વર્ષનાં 70 જેટલા ભૂલકાંઓને શોધી શોધીને ખૂબ જ વ્હાલથી પોલિયોના બે બુંદ (Polio Dose System) પીવડાવી પોલિયોથી રક્ષિત કરવામાં સફળતા મેળવી છે.

સંવેદનશીલતા અને સેવાભાવ

સંવેદનશીલતા અને સેવાભાવઃપિન્કીબેન મૂળ ગાંધીનગર જિલ્લાના સરઢવના વતની છે. તેમના પતિ અમદાવાદ ખાતે ફાયરમેન તરીકે ફ૨જ બજાવે છે. તેમના સંતાનને અહીંના વિપરીત વાતાવરણના લીધે સાથે રાખી શકતા નથી. તેમ છતાં તેમના વહાલસોયા બાળકથી અને વતનથી ખૂબ જ દૂર અહીં એકલા રહી હાજીપીર આરોગ્ય કેન્દ્રમાં સંવેદનશીલતા અને સેવાભાવ સાથે લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાની ફરજ બજાવે છે, જેમાં તેમને તેમના પતિ યોગેશભાઈ પટેલ અને તેમના મિત્ર જયંતીભાઈ શેખાણી તરફથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details