કચ્છ: જિલ્લાના પ્રવાસનમાં હાલ સફેદ રણ જગ વિખ્યાત થયું છે. તેમજ ધોળાવીરા પણ કચ્છની એક પ્રવાસનની નાડ બની શકે છે. વર્ષો પહેલા ઉત્ખનન થયેલી સાઈટ નિષ્પ્રાણની સ્થિતિમાં છે. ખુબ જ ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આ વારસાને નિહાળવા આવે છે. જો કે, રાજય સરકાર દ્વારા પ્રવાસનના વિકાસ માટે કચ્છના ઘડુલી સાંતલપુર રોડ સર્કિટનું કામ શરૂ કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર હસ્તક આ માર્ગનું નિર્માણ ચાલી રહયું છે, ત્યારે ધોળાવીરા આર્કિયોલોજીકલ સાઈટના વિકાસની જાહેરાતથી ખડીર પંથકના લોકોમાં ખુશી છે. રોજગારી અને પ્રવાસનના વિકાસથી આ વિસ્તારનો પણ વિકાસ થશે તેવી લાગણી આજે વ્યકત કરાઈ હતી.
આ અંગે ધોળાવીરાના એક સ્થાનિકે જણાવ્યુ હતું કે, હાલ ધોળાવીમાં આવતા પ્રવાસીઓ માટે સુવિધા નથી અને દુગર્મ વિસ્તાર છે. જેથી જાળવણી અને વિકાસની જાહેરાત આવનારા સોનેરી દિવસોની સાબિતી સમાન જણાઈ રહ્યા છે.