ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજપુર ખાતે કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ સંબોધી જાહેર સભા - gujarat news

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તમામ પક્ષોએ પોતપોતાના ચૂંટણી અંગેના પ્રચારપસાર શરૂ કરી નાખ્યાં છે. કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા કચ્છના પ્રવાસે છે, ત્યારે શુક્રવારે મુંદ્રાના ભુજપુર ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Mundra
Mundra

By

Published : Feb 19, 2021, 5:05 PM IST

Updated : Feb 19, 2021, 8:31 PM IST

  • કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા કચ્છના પ્રવાસે
  • મુંદ્રાના ભુજપુર ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કર્યુ
  • જાહેરસભાનો દીપ પ્રાગટ્ય દ્વારા આરંભ

કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તમામ પક્ષોએ પોતપોતાના ચૂંટણી અંગેના પ્રચારપસાર શરૂ કરી નાખ્યાં છે. કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા કચ્છના પ્રવાસે છે, ત્યારે આજે મુંદ્રાના ભુજપુર ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ જાહેરસભાનું દીપ પ્રાગટ્ય દ્વારા આરંભ કરવામાં આવ્યું હતું.

ભુજપુરમાં પુરુષોત્તમ રૂપાલાએ સંબોધી જાહેર સભા

જાહેરસભામાં ભાજપના કાર્યકરો, આગેવાનો તથા ભુજપુર સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પોતાના પ્રવચન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને વેશ્વિક નેતૃત્વ તરીકે સર્વશ્રેષ્ઠ ગણાવ્યું હતું. કોરોનાની મહામારીમાંથી દેશને મોદીજીએ આત્મવિશ્વાસથી બહાર કાઢ્યું છે તથા ગુજરાત અડીખમ છે અને કચ્છમાંથી ઘણાં ઉમેદવારો આગળ વધ્યા છે, સાસંદ સભ્યો પણ બન્યા છે તેનો ઉલ્લેખ પુરષોત્તમ રૂપાલાએ કર્યો હતો.

પુરુષોત્તમ રૂપાલા તળપદા શબ્દોના પ્રયોગ માટે પ્રખ્યાત

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તેમના પ્રવચનમાં તળપદા શબ્દોના પ્રયોગ માટે પ્રખ્યાત છે, ત્યારે કોરોનાની મહામારી માટે પણ વાત કરતા જણાવ્યુ કે, કુટુંબવાળા સગા ના થાય એવી મહામારી છે. ટચ એન્ડ ગો જેવી બીમારી છે. આવું ક્યારેય સાંભળ્યું પણ ન હતું. મોદીજીએ લોકસભામાં વાત કરી હતી કે, "અમે અમારા દેશમાં ડૉકટરો અને નર્સોના સ્વરૂપે ભગવાન જોયા છે".

પ્રવચન દરમિયાન વિપક્ષી નેતાની વાત કરતા જણાવ્યુ હતું કે

ગુજરાતમાં પાણીની તંગીની ચિંતા દિલ્હીમાં કરવામાં આવે છે. એમને ખ્યાલ નથી અમારા ગુજરાતના અમદાવાદથી દૂધની ટ્રેન દિલ્હી જાય છે. સાબરમતીના કાંઠે સરકસ થતા હતા હવે એજ સાબરમતીના પાણીની સપાટી એ ભાજપ સરકારે સી પ્લેન શરૂ કર્યાં છે. ગુજરાતના કૃષિ વિકાસમાં કચ્છના ખેડૂતોનો યોગદાન મહત્વનો છે. આખા ભારતમાં હાઇએસ્ટ ગ્રોથ રેટ કચ્છ જિલ્લાનો છે.

ધન્ય છે દેશના ખેડૂતોને

કચ્છના ખેડૂતોનો વાત કરતા જણાવ્યુ હતું કે, ડાયાબિટીસને ધ્યાનમાં લઈને કચ્છના ખેડૂતોએ ફળના સ્વાદ બદલી નાખ્યાં છે. કચ્છના ખેડૂતોએ ઉગાડેલા દ્રાક્ષ સ્ટ્રોબેરી કમલમ ( ડ્રેગન ફ્રૂટ) વિશ્વભરમાં નિકાસ થાય છે. એક સમયે 50 કરોડ લોકોને અનાજ પૂરું થતું ન હતું અને આજે ભાજપ સરકારના શાસનમાં 135 કરોડ લોકો માટે અનાજના ભંડારો ભરેલા પડ્યા છે, ત્યારે ધન્ય છે દેશના ખેડૂતોને. વિરોધી પક્ષની ડિપોઝિટ લઈને આપના પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. વિપક્ષી નેતાઓને સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માગતા શરમ નથી આવતી, એમને જવાબ આપવા માટે 28 તારીખનાં ભાજપના બટન દબાવીને વિપક્ષીઓને જવાબ આપીએ.

Last Updated : Feb 19, 2021, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details