ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા - હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓપરેટર

સમગ્ર ગુજરાત રાજ્ય સાથે કચ્છ જિલ્લાની હાલત પણ કોરોના ના કારણે કથળી રહી છે ત્યારે દરરોજના 150 થી વધારે કેસો નોંધાઈ રહ્યા છે અને મૃત્યુદર પણ વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે હોસ્પિટલમાં યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા હતા પરંતુ એકાદ કલાક બાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા
ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા

By

Published : May 4, 2021, 4:42 PM IST

  • RDAM દ્વારા હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓપરેટર પૂરા પાડવાની માંગ કરાઇ
  • મુખ્યપ્રધાને કચ્છની મુલાકાત સમયે આપેલા 2000 બેડનાં નિવેદનની ટિક્કા કરાઈ
  • જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી સમરસ છાત્રાલય ખાતે અચોક્કસ મુદતના ધરણાં

કચ્છ:ભુજમાં દિવસેને દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે. ત્યારે, કોવિડ સેન્ટર ધરાવતી હોસ્પિટલોમાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની માંગ સાથે આજે મંગળવારે કચ્છ જિલ્લાની સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા હતાં.

ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા

આ પણ વાંચો:ભુજ જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓને છૂટા કરાતા અન્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

વેન્ટિલેટરના ઓપરેટરના અભાવે દર્દીઓ સેવાથી વંચિત

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા વહીવટીતંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કચ્છ જિલ્લામાં સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે 10 વેન્ટિલેટર હોવા છતાં ઓપરેટર ન હોવાના કારણે દર્દીઓને એની સેવા આપવામાં આવતી નથી. આ ઉપરાંત, જી. કે. જનરલ હોસ્પિટલમાં સામાન્ય અને બાઇપેપના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો ફ્લો આપવામાં આવતો નથી.

ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા

આ પણ વાંચો:કચ્છમાં કોરોના સામેના જંગમાં ચાલતી કામગીરીની સમીક્ષા, પ્રભારી પહોંચ્યા ભુજ

મુખ્યપ્રધાનની નવા 2000 બેડ ઊભા કરવાની જાહેરાત પોકળ

રાજ્યના મુખ્યપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન તેમણે કચ્છમાં નવા 2000 બેડ ઉભા કરવાની વાત કરી હતી. જે અંગે, હજી સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી યોગ્ય સુવિધાઓ પૂરી થઈ શકતી ન હોવાથી એના વિરોધમાં આજે મંગળવારે સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા હતાં. જોકે, એકાદ કલાક બાદ પોલીસે તમામની અટકાયત કરી હતી.

ભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણાભુજની સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધાઓ સામે RDAMના ધરણા

ABOUT THE AUTHOR

...view details