કચ્છઃ ભુજની ભાગોળે આવેલ પાલારા ખાસ જેલ (Palara Jail of Kutch )ખાતે કેદીઓ દ્વારા એક ભજીયા હાઉસ ચલાવવામાં આવતું હતું. પરંતુ પાલારા ખાસ જેલમાં આજીવન સજા ભોગવી રહેલા 16 જેટલા પાકા કામના કેદીઓને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી છૂટી જતાં (16 prisoners were released from Palara jail) પાલારા જેલ સંચાલિત ભજીયા હાઉસને તાળાં લાગ્યા છે. હવે નવા વિશ્વાસુ કેદી આવશે એટલે ભજીયા હાઉસ ફરી શરૂ કરાશે.
કેદીઓ જેલ અધિકારીઓનો વિશ્વાસ જીતીને જેલ બહાર થતી કેદી કલ્યાણ પ્રવૃત્તિઓમાં ખંત અને નિષ્ઠાથી કામ કરી રહ્યાં હતાં મુખ્ય માર્ગ પર હતું ભજીયા હાઉસ -સરહદી જિલ્લા કચ્છના પાટનગર ભુજના સીમાડામાં આવેલી પાલારા જેલના મુખ્ય માર્ગ પર એક ભજીયા હાઉસ શરૂ કરવામાં આવેલું. વર્ષ 2015માં કેદી કલ્યાણ પ્રવૃત્તિઓના વ્યાપ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર તત્કાલિન અધિક્ષક એસ.આઇ. વ્હોરાના પ્રયત્નોથી કેદી સંચાલિત કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. કેદીઓ કે જે જેલ અધિકારીઓનો વિશ્વાસ જીતીને જેલ બહાર થતી કેદી કલ્યાણ પ્રવૃત્તિઓમાં ખંત અને નિષ્ઠાથી કામ કરી રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ કચ્છની પાલારા જેલમાંથી 30 કેદીઓને મુક્ત કરાયા
સુપ્રીમ કોર્ટમાંથી સજામાં રાહત મળતાં છૂટા થયા અને ભજીયા હાઉસ બંધ- ઉલ્લેખનીય છે કે કેદીઓ દ્વારા બનતા ભજીયા ખાવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા હતાં અને તેના ચટાકેદાર સ્વાદના કારણે આ ભજીયા હાઉસ પાલારા જેલની ઓળખ બન્યું હતું. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી ભજીયા હાઉસને તાળાં (Prisoners Bhajiya House Closed in Bhuj)લાગેલા છે જે બાબતે જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે (Jail Superintendent Rajendrasinh Rao)જણાવ્યું હતું કે, કેન્ટીન ભજિયા હાઉસમાં કામગીરી સંભાળતા મોટા ભાગના પાકા કામના કેદીઓને સુપ્રીમ કોર્ટમાંથી સજામાં રાહત મળતાં છૂટા થયા હોવાના કારણે બંધ કરવાની નોબત આવી છે. એક બાજુ પેરોલ પર છૂટયા પછી ઘણા કેદીઓ પાછા સમયસર જેલમાં આવતા નથી.
હવે નવા વિશ્વાસુ કેદી આવશે એટલે ભજીયા હાઉસ ફરી શરૂ કરાશે કેદીઓ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા હતાં -ભજીયા હાઉસમાં કેદીઓ સવારે સાત વાગ્યાથી લઇને રાત્રે નવ દશ વાગ્યા સુધી કેદીઓ લાકડા આધારિત ચુલા ઉપર રોટલી, શાકથી લઇને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા હતાં. વળી આ કેદીઓ એક જ કેસમાં અને એક જ પરિવારમાંથી આવતા હોવાથી તમામે તમામ બંદીવાનો છૂટી જતાં નાછૂટકે ભજીયા હાઉસને બંધ (Prisoners Bhajiya House Closed in Bhuj)કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર
નવા વિશ્વાસુ કેદી આવશે એટલે ભજીયા હાઉસ ફરી શરૂ કરાશે- રાજકોટ અને અમદાવાદ જેલમાંથી વિશ્વાસુ અને સજા પૂરી થવાના બે-ચાર વર્ષે જેટલો સમય બાકી હોય તેવા પાકા કામના કેદીઓને ભુજ ટ્રાન્સફરની વાતચીત ચાલુ છે. ભરણપોષણના કેસમાં સજા ભોગવી રહેલા કેદીઓને આ જવાબદારી સોંપવાની પણ વિચારણા ચાલુ હોવાનું જણાવ્યું હતું. ભજીયા હાઉસ સિવાય પણ ગૌશાળા, મંદિર સાર સંભાળ, ખેતીવાડી, સાફસફાઇ સહિતની અનેક પ્રવૃત્તિઓ જેલ બહાર ચાલે છે. ત્યારે એક સાથે 16 જેટલા બંદીવાનો છૂટતાં તેની અસર બધી પ્રવૃત્તિઓ પડી (Prisoners Bhajiya House Closed in Bhuj) છે તેવું પાલારા ખાસ જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે જણાવ્યું હતું.