ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મને લઇને દબાણ, જુઓ સમગ્ર વિવાદમાં બદલાવ - Kutch samachar

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મના વિવાદના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા બાદ અંતે જે સંસ્થાએ આ નિયમો પાળવા માટે દીકરી ઉપર દબાણ લાવવું હતું તે સંસ્થાએ પોતાના ચોક્કસ નિયમો ફેરબદલ કરવાની ફરજ પડી છે.

aa
ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મને લઇને દબાણ, જુઓ સમગ્ર વિવાદમાં બદલાવ

By

Published : Feb 17, 2020, 8:33 PM IST

કચ્છઃ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રાષ્ટ્રીય મહિલા આયોગની બે દિવસથી તપાસ દરમિયાન સંસ્થાના સંચાલકો સાથે બેઠક કરી હતી. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સ્પષ્ટપણે આવો કોઈ નિયમ કોઈપણ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થિની ઉપર લાદી શકે નહિં તે સ્પષ્ટ થઇ જતાં, સંસ્થાના સંચાલકોએ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને આ ઉપરાંત માસિક ધર્મના ચોક્કસ નિયમો પાડવાની વાત છે. તે માટે હવે દરેક દીકરીઓ સ્વતંત્ર હોવાનો સ્વીકાર કર્યો છે.

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મને લઇને દબાણ, જુઓ સમગ્ર વિવાદમાં બદલાવ
ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી પ્રવિણભાઈ પિન્ડોરિયા એ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દરેક દીકરીઓને પૂરતી સ્વતંત્રતા છે. કોઈપણ ચોક્કસ નિયમ લાવવામાં આવ્યો નહોતો, પરંતુ માસિક ધર્મ દરમિયાન દીકરીઓ પોતાના ઘરમાં પોતાના પરિવારમાં જે રીતે રહે છે. તે રીતે જ રહેવાની તેમની સગવડતા અને સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ જે વિવાદ થયો છે તે બાદ અમે સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ દીકરીને માસિક ધર્મ માટે કોઈપણ દબાણ રાખવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં કોઇ દબાણ કરવામાં આવશે નહીં. દીકરીએ પોતાના ઘરમાં પોતાના પરિવારમાં માસિક ધર્મ દરમિયાન જે રીતે રહે છે. તે રીતે તેમને છાત્રાલયમાં રહેવાની છૂટ છે.

ABOUT THE AUTHOR

...view details