કચ્છ સહિત ભારતમાં આત્મહત્યા અટકાવવા યોજનાના વિકાસ અને અમલ માટે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, જીનિવા ખાતે પ્રકાશિત ‘‘નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસઃ પ્રોગ્રેસ, એકઝામ્પલ્સ એન્ડ ઇન્ડીકેટર’’ નામની માર્ગદર્શિકા પુસ્તિકા વિશે પરિચય આપવા ઉપરાંત લોકોમાં આત્મહત્યા અટકાવવા જાગૃતિ ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. પંડિત દેવજયોતિ શર્માએ (NSPS ) નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસનો અંદાજે 40 દેશોમાં અમલ થઇ રહ્યો છે. ઓમ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં પણ NSPSનો વિકાસ અને અમલ થાય તે સંદર્ભે 2014થી સતત અપીલ કરાઈ રહી છે. ભારતમાં NSPSના નિર્માણના મહત્વપૂર્ણ પગલાંનો શુભારંભ થઇ રહ્યો છે.
ડૉ. શર્માએ વધુમાં W.H.O. દ્વારા પ્રકાશિત પુસ્તિકાનાં નિર્માણમાં તેઓ સહયોગી બન્યા હોવાનું જણાવ્યું હતું. ભારતમાં આવનારા વર્ષોમાં આત્મહત્યાના બનાવોને નિવારવા તેમના દ્વારા કચ્છમાં વિશ્વના પ્રથમ યોગ સાઇકોથેરાપી વિકસાવી, જેની નોંધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્યુસાઇડ પ્રિવેન્શનના સપ્ટેમ્બર-2019ના ન્યૂઝ બુલેટિનમાં કરાઇ હોવાનું કહ્યું હતું. આત્મહત્યા અટકાવવા તાલીમ માટે કચ્છમાં કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમના કરાયેલા નિર્માણ સાથે કરાઇ રહેલી કામગીરીથી કચ્છમાં આત્મહત્યા રોકવાનું કામ કરાઇ રહ્યું છે.
પ્રારંભે વાઇસ પ્રેસીડેન્ટ ડૉ. કલ્પના સતીજાએ કચ્છ આત્મહત્યા અટકાવવા ફોરમ દ્વારા આત્મહત્યા અટકાવ સંબંધે જરૂરી તાલીમ અને કાર્યો સાથેની રાષ્ટ્રીયકક્ષાની પહેલ કરી છે. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમિનાર આયોજન પોસ્ટર, 24 કલાક ઓનલાઇન સહિતની ફ્રેન્ડલી હેલ્પ વગેરે જેવી ફોરમની જુદી-જુદી પ્રવૃતિઓનો ચિતાર આપી લોકોને બચાવી શકાયા હોવાનું કહ્યું હતું. આ તકે ફોરમનાં શૈલેન્દ્રભાઈ રાવલ, ધવલભાઈ રાવલ,જયંતીભાઈ ઘેલા,ફારૂકભાઈ ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સેલના સુનિતાબેન ભાનુશાલીએ સંચાલન કર્યું હતું.