- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાનું નિવેદન
- મને RSSમાં જોડાવવાનો અફસોસ થયો : પ્રવીણ તોગડીયા
- કચ્છમાં નર્મદાના કામો છ મહિનામાં પૂર્ણ કરવાની કરી માગ મોહનજી ભાગવતે હિન્દુસ્તાનને દારૂલ ઈસ્લામ બનાવવાનો રસ્તો લઈ લીધો છે : પ્રવિણ તોગડિયા
કચ્છ: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા હાલમાં ભુજ પ્રવાસે છે. જ્યાં તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સલામતીના પગલાં, RSS સાથેના સંબંધો, દેશમાં વધતી જતી મોંઘવારી તથા અનેક ખેડૂતના કાયદા સહિતના મુદ્દે તેમણે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે તાજેતરમાં RSSના સુપ્રિમો મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા 'હિન્દુ અને મુસલમાનોના DNA એક જ હોય છે' નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, મેં મારી જિંદગીના 55 વર્ષ RSS સાથે વિતાવ્યા છે. આ નિવેદન બાદ મને RSSમાં જોડાવાનો અફસોસ થાય છે.