- 10 નવેમ્બરના રોજ મત ગણતરી સવારે 8 કલાકે શરૂ થશે
- અબડાસા બેઠક માટે પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાઈ હતી
- સરકારી ઈજનરી કોલેજ ખાતે થશે મત ગણતરી
કચ્છ : વિધાનસભાની અબડાસા બેઠક માટે પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, મંગળવારના રોજ થવાની છે. જે અંગેની કામગીરીના સુચારૂ આયોજન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી. કે.ના માર્ગદર્શન હેઠળ મત ગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મત ગણતરી કેન્દ્રમાં 431 મતદાન મથકોના મતોની ગણતરી કરાશે
મંગળવાર 10 નવેમ્બરના રોજ મત ગણતરી સવારે 8 કલાકે સિવિલ એન્ડ એપ્લાઈડ મિકેનિકલ બિલ્ડિંગ સરકારી ઈજનેરી કોલેજ, ભુજ ખાતે હાથ ધરવામાં આવશે. મત ગણતરી કેન્દ્રમાં 431 મતદાન મથકોના મતોની ગણતરી કરવામાં આવશે. કુલ 3 કાઉન્ટિંગ હોલમાં મત ગણતરી થશે, જે પૈકી બે હોલમાં EVM મશિન અને 1 હોલમાં પોસ્ટલ બેલેટની મત ગણતરી કરવામાં આવશે. સમયબદ્ધ અને તબક્કાવાર સુચારૂ રીતે મત ગણતરીની કામગીરી પૂર્ણ કરવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.