ગુજરાત

gujarat

ETV Bharat / state

G20 Meeting 2023: દેશ અને વિદેશના ડેલિગેટ્સ ત્રણ દિવસ બનશે કચ્છના મહેમાન, જી20 બેઠકની તડામાર તૈયારી

કચ્છમાં જી20ની આંતરરાષ્ટ્ર્રીય સમિટની તડામાર તૈયારી ચાલી (G20 Meeting 2023 in Kutch) રહી છે. ત્યારે હવે 7થી 9 ફેબ્રુઆરી સુધી અહીં દેશ વિદેશના ડેલિગેટ્સ કચ્છના મહેમાન બનશે. કચ્છમાં આવા પ્રકારની સમિટ યોજાવવી એ એક (Preparation for G20 Meeting 2023) ગૌરવની વાત છે.

G20 Meeting 2023: દેશ અને વિદેશના ડેલિગેટ્સ ત્રણ દિવસ બનશે કચ્છના મહેમાન, જી20 બેઠકની તડામાર તૈયારી
G20 Meeting 2023: દેશ અને વિદેશના ડેલિગેટ્સ ત્રણ દિવસ બનશે કચ્છના મહેમાન, જી20 બેઠકની તડામાર તૈયારી

By

Published : Feb 2, 2023, 5:01 PM IST

જૂદા જૂદા વિષય પર ચર્ચા

કચ્છઃકચ્છમાં આગામી 7થી 9 ફેબ્રુઆરી સુધી જી20ની આંતરરાષ્ટ્રીય સમિટ મળવા જઈ રહી છે. તેને લઈને હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. G20થી કચ્છ કે ગુજરાતને નહીં, પરંતુ સમગ્ર દેશને પણ ફાયદો થશે. તેમ જ વૈશ્વિક શાંતિ અને ટકાઉ વિકાસનું વાતાવરણ પણ ઊભું થશે.

આ પણ વાંચોG20 Meeting : B20 બેઠકમાં કેન્દ્રિય પ્રધાને કહ્યું, વિશ્વમાં તકલીફો છે તેની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે

કચ્છ માટે ગૌરવની વાતઃ જી20 સમિટને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 7, 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં ભારત અને વિદેશના મળી લગભગ 75થી 100 પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રવાસનના દૃષ્ટિકોણથી ધોરડો સહિત સમગ્ર ભારતમાં અનેક સ્થળોએ બેઠક યોજાશે. આ વખતે G20ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે ત્યારે આ G20માં પણ કચ્છ સામેલ થયું છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે.

જૂદા જૂદા વિષય પર ચર્ચાઃG20ની સમિટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. G20 સમિટ દરમિયાન વિવિધ 20 દેશના ડેલિગેટ્સ અને 27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધીઓ સાથે સરકારના વિવિધ સચિવો અને VIP ગેસ્ટ પણ કચ્છ આવશે અને પ્રવાસન વિષય તેમ જ દેશના અર્થશાસ્ત્ર સબંધિત તેમ જ ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાંતિના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ પણ વાંચોઃG20 Summit kutch: G-20 સમીટને ધ્યાનમાં લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ

વિશ્વને આજે વૈશ્વિક શાંતિ, ટકાઉ વિકાસની જરૂરિયાતઃઅર્થશાસ્ત્ર વિભાગના હેડ ડો. કલ્પના સતિજાએ જણાવ્યું હતું કે, G20 સમિટની વાત કરીએ તો, ભારતને પહેલી વખત પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે અને એ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી છે, જે એક ગૌરવની વાત છે. આ G20 સમિટથી માત્ર કચ્છ કે, ગુજરાતને નહીં, પરંતુ સમગ્ર ભારતને એનો ફાયદો થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હંમેશા કલાઈમેટ ચેન્જ, પર્યાવરણ, વૈશ્વિક શાંતિ, ટકાઉ વિકાસ જેવા મોટા મોટા મુદ્દાઓને હમેશાં મહત્વ આપ્યું છે અને ભાર મૂક્યો છે. વિશ્વને આજે સારા પર્યાવરણની જરૂર છે, વૈશ્વિક શાંતિની જરૂર છે, ટકાઉ વિકાસની જરૂરિયાત છે.

20 દેશોના સાથ સહકારથી પૂરા વિશ્વને ફાયદો થશેઃG20 બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં 19 દેશો અને 1 યુરોપિયન યુનિયન એમ કુલ 20 દેશોનો જે આ ગૃપ છે. તેઓ સાથે મળીને ચર્ચા કરશે. આ ચર્ચા વિચારણા કર્યા બાદ ભારત તો ઠીક પર વિશ્વને પણ ફાયદો થશે. કારણ કે, જેટલી પણ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે. જેવી કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ મોનેટાઈઝેશન ફંડ, યુનાઈટેડ નેશન્સ છે. તેઓ પણ આમાં સામેલ છે અને G20 સમિટમાં પોતાનું મહત્વનું યોગદાન પણ આપે છે. તો આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને G20 બંનેના એકબીજા સાથેના સાથ સહકારથી વૈશ્વિક શાંતિ અને સારો પર્યાવરણ ઊભું થશે.

ABOUT THE AUTHOR

...view details