ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: પ્રફૂલ પાનસેરિયાએ વાવાઝોડા બાદ કામગીરીની સમીક્ષા કરી, કામગીરીને બિરદાવી - rafulbhai Pansheriya

કચ્છના પ્રફૂલ પાનસેરિયાએ પ્રભારી વાવાઝોડા બાદ સરકારી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તંત્રની કામગીરીની સમીક્ષા કરી વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી.

Etvકચ્છના પ્રફૂલભાઈ પાનશેરીયાએ પ્રભારી વાવાઝોડા બાદ સરકારી તંત્રની કામગીરીની સમીક્ષા કરી વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી   Bharat
Etકચ્છના પ્રફૂલભાઈ પાનશેરીયાએ પ્રભારી વાવાઝોડા બાદ સરકારી તંત્રની કામગીરીની સમીક્ષા કરી વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી v Bharat

By

Published : Jun 30, 2023, 9:30 AM IST

કચ્છ:બિપરજોય વાવાઝોડા બાદ જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી અંગેની કચ્છ જિલ્લા પ્રભારીપ્રફૂલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રફૂલ પાનસેરિયા અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છની સર્વગ્રાહી કામગીરીની વિગતો આપીને તમામને માહિતગાર કર્યા હતા.

એજન્સીઓને અભિનંદન:પ્રભારી પ્રધાન પ્રફૂલભાઈ પાનશેરીયાએ તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારી એજન્સીઓને અભિનંદન આપીને જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન સર્વેએ મહેનત, ખંતથી રાત-દિવસ જોયા વગર કામગીરી હતી જેના લીધે ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પાર પાડી શકાયો છે. કોઈપણ ક્ષેત્રમાં કચાશ રાખ્યા વિના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે બાબતને બિરદાવી હતી. તમામ નાગરિકો, સંસ્થાઓએ ખડેપગે રહીને તંત્રને કપરી પરિસ્થિતિમાં મદદ કરી તેની નોંધ લઈને જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.

સમીક્ષા કરાઈ:બિપરજોય વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં પ્રભારી પ્રધાને સંબંધિત અધિકારીઓ પાસેથી મકાન સહાય, વીજ પુન:સ્થાપનની કામગીરી, ઘરવખરી સહાય, પાક નુકશાની સરવે, પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા, કેશ ડોલ્સની ચૂકવણી, વાવાઝોડા બાદ આરોગ્યલક્ષી પગલાઓ, શાળામાં વાવાઝોડાના લીધે નુકસાની, માછીમારી- અગરિયાઓને આર્થિક નુકસાની, ધરાશાયી વૃક્ષોને દૂર કરવાની કામગીરી વગેરેની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. ખેતીના વીજજોડાણો યુદ્ધના ધોરણે પુનસ્થાપિત થાય તે બાબતે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

કામોની સમીક્ષા:બિપરજોય વાવાઝોડા સાથે જિલ્લા આયોજન મંડળના કામોની પણ સમીક્ષા પ્રફુલ પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી. જુના પેન્ડિગ કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જિલ્લા આયોજન અધિકારી જે.કે.ચાવડાએ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા કામોની વિગતવાર માહિતી આપી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા, કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીઓ, ડિઝાસ્ટર મામલતદાર કલ્પનાબેન ગોંદિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Kutch News : કચ્છમાં બિપરજોય વાવાઝોડાથી થયેલી નુકસાનમાંથી લોકોને બેઠા કરવા કોંગ્રેસે કરી વિશેષ માંગ
  2. Kutch News : વાવાઝોડાએ વિનાશ વેર્યો, કચ્છનો ખેડૂત કેરી પર બેસીને કુદરતને કોસી રહ્યો છે, જૂઓ વાયરલ વીડિયો

ABOUT THE AUTHOR

...view details