ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થવાની તૈયારીમાં છે. એવામાં કોંગી ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાંગરો વાટ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ જનતાના પ્રશ્નોનું સમાધાન કરવા માટે વિધાનસભાનો રસ્તો પસંદ કર્યો હતો, પરંતુ હવે તેમને ધારાસભ્ય બનવા પર અફસોસ થઇ રહ્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય આ શું કહી ગયા... - વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કચ્છ: વિધાનસભામાં પ્રવેશ મેળવવા માટે રાજકારણીઓ કંઈ પણ કરી શકે છે. પાર્ટીની ટિકિટ મેળવવા માટે પાર્ટી ઓફિસના ધક્કા ખાવામાં પણ અચકાતા નથી. જ્યારે કોઈ ઉમેદવારને પાર્ટી તરફથી ટિકિટ ન મળે તો અપક્ષમાં આંધળો દાવ પણ ખેલતા જોવા મળે છે. તેવામાં કોઈ ધારાસભ્ય એવું કહે કે, વિધાનસભામાં આવીને મેં મોટી ભૂલ કરી છે, તો એ સહજ રીતે ગળાની નીચે ન ઉતરી શકે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય બનવા અંગે જાહેરમાં અફસોસ વ્યક્ત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
![કોંગ્રેસ ધારાસભ્ય આ શું કહી ગયા...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5138326-thumbnail-3x2-m.jpg)
પ્રદ્યુમનસિંહ જાડેજા
કોંગ્રેસ ધારાસભ્ય આ શું કહી ગયા...
વીડિયોમાં કોંગી ધારાસભ્ય કહે છે કે, વિધાનસભામાં કોઈ પણ વ્યક્તિનો કોઈ ધર્મ કે પક્ષ પણ નથી. વિધાનસભામાં ચૂંટાઈને આવનાર તમામ ધંધાર્થીઓ છે.
વિવાદિત નિવેદન આપ્યા બાદ પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના બચાવમાં કહ્યું કે, લોકોના પ્રશ્નો ઉકેલવા અમારી જવાબદારી હોય છે. એવામાં વિધાનસભામાં તમામ ધંધાની ચર્ચા કરતા હોઈ છે. મેં કહ્યું કે તમામ ધંધાની ચર્ચા કરતા હોઈ છે. અવું નથી કહ્યું કે, તમામ ધંધાર્થીઓ છે.
Last Updated : Nov 22, 2019, 11:35 AM IST