- લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી
- ચૂંટણી પૂર્વે 35.82 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
- પશ્ચિમ કચ્છ પોલીસે લીસ્ટેડ 3 બુટલેગરો સામે પાસા તળે કાર્યવાહી કરી
કચ્છઃસ્થાનીક સ્વરાજની પંચાયત-પાલિકાની ચુંટણી માટે મતદાન યોચાઈ ગયું. પરંતુ તે પૂર્વે શાંતિપુર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસે બુટલેગરો પર કાર્યવાહી કરી હતી. ચૂંટણી જાહેર થયા બાદ પુર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગે અનેક લોકોને તડીપાર કરવા સાથે વાહન ચેકીંગ પણ વધાર્યુ હતું. ત્યારે મતદાનના ગણતરીના કલાકો પહેલા પુર્વ કચ્છ પોલીસે લાખો રૂપીયાનો દારૂનો જથ્થો પકડ્યા હતો તો બીજી તરફ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગે લીસ્ટેડ 3 બુટલેગરો સામે પાસા તળે કાર્યવાહી કરી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલિસવડાએ ચૂંટણી વ્યવસ્થામાં પોલીસની ભૂમીકા અંગે માહિતી આપી હતી અને તમામ મથકો પર પુરતા સ્ટાફ સાથે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની બાજ નજર રહી હતી.
દારૂનો જથ્થો ઝબ્બે
લોકલ ક્રાઇમ બ્રાન્ચે મતદાનના બે દિવસ પહેલા ચોક્કસ બાતમીને આધારે અંજારના ભીમાસર નજીક આવેલા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. જેમાં 35.82 લાખનો વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે માદેવા ધના ડાંગર તથા કરન તુલેશ્વરની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી 59.24 લાખ રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. જ્યારે માલ મંગાવનાર મોકલનાર સહિત 6 લોકોની શોધખોળ શરૂ કરી છે. તો બીજી તરફ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે 3 લીસ્ટેડ બુટલેગરો સામે પાસાની કાર્યવાહી કરી હતી. જેમાં મુન્દ્રાના મનિષ નારાણ આહિર, શીવુભા ધીરૂભા સોઢા રહે કાંડાગરા તથા ભગીરથસિંહ કુલદીપસિંહ ઝાલા જુના રાવલવાડી વાડાની પાસા તળે ધરપકડ કરી રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલ્યા છે.
મુખ્ય બુટલેગર સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
મતદાનના એક દિવસ પહેલા અંજાર નજીકથી ઝડપાયેલા દારૂના કિસ્સામાં મુખ્ય બુટલેગર સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ ચૂંટણી બંદોબસ્ત વચ્ચે પોલીસે શાંતિપુર્ણ મતદાનમાં અડચણરૂપ તત્વો પર કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખી હતી અને કોઈ અનિચ્છિત બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.