ગુજરાત

gujarat

ETV Bharat / state

Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ

કોરોના મહામારી વચ્ચે એક તરફ જ્યાં પોલીસ નિયમોનું કડક પાલન કરાવવા માટે સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલીને કાર્યવાહી કરી રહી છે. આ વચ્ચે પૂર્વ કચ્છના LCB (Local Crime Branch)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના Birthday Celebration નો વાયરલ વીડિયોથી ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ
Birthday Celebration Viral Video: પોલીસ કર્મીઓની પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ

By

Published : May 28, 2021, 11:04 PM IST

  • પહેલા બદલી, બાદમાં સસ્પેન્ડ અને હવે પોલીસ ફરિયાદ
  • વૈભવી ફાર્મહાઉસમાં 14 મે ના રોજ પાર્ટી યોજાઇ હતી
  • પૂર્વ કચ્છના પોલીસ વડા દ્વારા કરવામાં આવી કાર્યવાહી

કચ્છ: પોલીસ કર્મચારીના Birthday Celebration નો વીડિયો વાયરલ થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Local Crime Branch) પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા 4 કોન્સ્ટેબલની બદલી કરી દેવાઇ હતી. ત્યાર બાદ મામલાની ગંભીરતા સમજીને પૂર્વ કચ્છ પોલીસવડાએ તમામ 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યા હતા. જ્યારબાદ, હવે પૂર્વ કચ્છના 4 કોન્સ્ટેબલ, 1 સામાન્ય વ્યક્તિ તથા સુરતના એક PSI (Police sub Inspector) સામે અંજાર પોલીસમથકે COVID Guidelines નો ભંગ કરીને પાર્ટી યોજવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રિવેરા ફાર્મમાં 14 મેના રોજ યોજાઈ હતી પાર્ટી

પોલીસ કર્મચારીના Birthday Celebration માં ફટાકડા તથા નાચગાન સાથે ઉજવણી કરાઈ હોવાના વાયરલ વીડિયોથી પૂર્વ કચ્છ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે શુક્રવારે પ્રાથમિક તપાસ બાદ મહેન્દ્રસિંહ નિરૂભા રાણાએ ફરીયાદી બનીને આ મામલે Local Crime Branch માં ફરજ બજાવતા બાલુ નાગાજણ ગરેજા, રામદેવસિંહ જાડેજા, વિરેન્દ્ર પુરોહિત, પ્રવિણ આલ તથા સુરતના PSI ઇકબાલભાઇ તથા પાર્ટીનું આયોજન કરનારા દિપ હરીભા ગઢવી સામે અંજાર પોલીસ મથકે IPCની કલમ 269 તથા 188 Epidemic Disease Act ની કલમ-3 તથા Disaster Management Act 2005ની કલમ 51 તથા 56 મુજબ ફરિયાદ નોંધી છે.

જેનો બર્થડે છે તે LCB માં ફરજ બજાવે છે, તેમ કહીને પાર્ટી ચાલુ રાખી

રિવેરા પાર્ટી પ્લોટના મેનેજર સહિત સ્ટાફની પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, ફાર્મવિલાના સ્ટાફ દ્રારા પોલિસ કાર્યવાહીની વાત કરાઇ હોવા છતા પાર્ટીનું આયોજન કરનારા દિપ ગઢવીએ 'જેનો બર્થડે છે, તેવા બાલુ ગરેજા LCB માં ફરજ બજાવે છે' તેમ કહીને પાર્ટી ચાલુ રાખી હતી. જે નિવેદનના આધારે ફરીયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. મોંઘાદાટ ફાર્મહાઉસમાં યોજાયેલી પાર્ટીમાં પોલીસે ભલે કાર્યવાહી કરીને ફરિયાદ નોંધી હોય, પરંતુ મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળેલી વિશેષ છૂટછાટનું આ પરિણામ છે.

ABOUT THE AUTHOR

...view details