કચ્છરાજ્યમાં વાહન અકસ્માતની સંખ્યા સતત વઘી રહી છે. જેમાં કેટલા પરિવારો પોતાના સ્વજનોને પણ ગુમાવી રહ્યા છે. ક્યાંક કેટલાક અંશે વાહનચાલકની બેદકારીના કારણ અન્ય વ્યક્તિઓ પણ ભોગ બની જાય છે. ત્યારેનખત્રાણા તાલુકાના ધાવડા (Accident between Dhawda and Devpar) અને દેવપરમાં મધરાત્રે અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનો ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોસુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે
કેવી રીતે સર્જાયો અકસ્માત મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે એક પરિવાર નખત્રાણાથી માંડવી જઈ રહ્યો હતો. ત્યારે નખત્રાણાના ધાવડા અને દેવપર માર્ગ વચ્ચે બંધ હાલતમાં ઊભેલા ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક થયો હતો કે કારના આગળના ભાગના ફૂરચેફૂરચાં ઉડી ગયાં છે અને કારનો કચ્ચરઘાણ થઈ ગઈ હતો. જેને લઈને પોલીસ તાત્કાલીક ઘટના (Car truck accident death in Kutch) સ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચોપ્રજાપતિ પરિવારના પાવાગઢમાં અંતિમદર્શન, બસની સાઈડ કપવા જતા અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મૃત્યુસર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સંગીતા ગોસ્વામી અને ત્રણ વર્ષનો પુત્ર મન તેમજ સંગીતાબેનના સાસુ કસ્તુર ગોસ્વામી અને કાકા સસરાં પરેશ ગોસ્વામીના મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર ચેતનભારતી અને તેમની દીકરીને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ભુજ ખસેડાયાં હતા. અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મૃતદેહોને નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાયા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. car accident Death in Nakhtrana, Death accident Gujarat, accident case in Kutch