કચ્છઃ લોકડાઉનની મુદત 14મી એપ્રીલ પુરી થશે તે સાથે સ્થળાંતરણની રાહ જોઈ રહેલા શ્રમિકો લોકડાઉન લંબાવાની નીતિ અપનાવાશે તો ગુજરાતમાં રહેતા પરપ્રાંતિયો તથા શેલ્ટર હોમમાં રહેતા લોકો માનસિક રીતે ડિસ્ટર્બ થઈ શકે છે. ભાગવાની કે અન્ય કોઈ હરકત કરી શકે છે. આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી માટે પોલીસ તંત્રને અગાઉથી જાણ કરાઈ હતી. આજે મંગળવારે સવારે લોકડાઉનની મુદ્દત 3 મે સુધી વધારી દેવાતા જ કચ્છ પોલીસે શ્રમિકો સાથે તમામ મદદની ખાતરી સાથે તમામ સ્થળોની મુલાકાત લીધી હતી.
લોકડાઉનની મુદતમાં વધારાથી કચ્છમાં સ્થળાંતરણની રાહ જોઈ બેઠેલા શ્રમિકોને પોલીસે આપ્યા સહિયારો લોકડાઉનની મુદતમાં વધારાથી કચ્છમાં સ્થળાંતરણની રાહ જોઈ બેઠેલા શ્રમિકોને પોલીસે આપ્યા સહિયારો બોર્ડર રેન્જનાં આઈજી સુભાષ ત્રિવેદી મુન્દ્રા ખાતે આવેલા મજૂરોને મળવા પહોંચી ગયા હતા. ભુજ અને મુન્દ્રા ખાતે શેલ્ટર હાઉસમાં રાખવામાં આવેલા માણસો તેમજ મુન્દ્રા ખાતે લેબર કોલોની અને લેબર કોન્ટ્રાક્ટર સાથે તાત્કાલીક મીટિંગ કરવામાં આવી હતી. લેબર કોલોની અને શેલ્ટર હાઉસમાં રહેલા શ્રમિકોને રૂબરૂ મળીને તમામ સુવિધા સાથે મદદની ખાતરી અપાઈ હતી. 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવેલું હોવાથી તમામ માણસો નાસીપાસ ના થાય અને તેમને માનસિક રીતે પણ મદદ મળી રહે તે માટે શ્રમિકો સાથે ચર્ચા કરાઈ હતી. તમામ રાજ્યો એ પોતાની બોર્ડર સીલ કરેલી હોવાને પગલે હાલ જ્યાં છે તેઓ ત્યાં જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય જે લોકોને હેલ્થને લગતી તકલીફ હતી તેવા લોકોને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી.
લોકડાઉનની મુદતમાં વધારાથી કચ્છમાં સ્થળાંતરણની રાહ જોઈ બેઠેલા શ્રમિકોને પોલીસે આપ્યા સહિયારો લોકડાઉનની મુદતમાં વધારાથી કચ્છમાં સ્થળાંતરણની રાહ જોઈ બેઠેલા શ્રમિકોને પોલીસે આપ્યા સહિયારો ભૂજ એસપી સૌરભ તોલંબિયા, ના્યબ પોલીસ વડા જયેશ પંચાલ સહિતના અધિકારીઓએ વિવિધ કંપનીઓ શ્રમિકો વસાહતોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શ્રમિક આગેવાનોની અધિકારીઓને મોબાઈલ નંબર હેલ્પલાઈન નંબર આપી જરૂરિયાતના સમયે પોલીસના સંપર્ક સાધવા અનુરોધ કરાયો હતો.